બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Thakor's hold on Gandhinagar South remains, Alpesh Thakor's seat result declared

BIG BREAKING / ગાંધીનગર દક્ષિણ પર ઠાકોરનો દબદબો યથાવત, અલ્પેશ ઠાકોરની બેઠકનું રિઝલ્ટ જાહેર

Priyakant

Last Updated: 02:32 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સીટિંગ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું પત્તુ કાપીને અલ્પેશ ઠાકોરને ભાજપે ટિકિટ આપી હતી

  • ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ભાજપના અલ્પેશ ઠાકોરની જીત  
  • શંભુજી ઠાકોરનું પત્તુ કાપીને અલ્પેશ ઠાકોરને ભાજપે ટિકિટ અપાઈ હતી 
  • વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હિમાંશુ પટેલની હાર

ગુજરાતની બહુચર્ચિત ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ભાજપના અલ્પેશ ઠાકોરની જીત થઈ છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થયું હતું. જ્યારે આજે ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરની દક્ષિણ બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન થયું હતું. ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સીટિંગ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું પત્તુ કાપીને અલ્પેશ ઠાકોરને ભાજપે ટિકિટ આપી હતી. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે હિમાંશુ પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે આ વખતે પ્રથમ વખત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ દોલત પટેલને ટિકિટ આપી હતી. 

અલ્પેશ ઠાકોરને મેદાને ઉતારતા રસપ્રદ બન્યો હતો જંગ

3 ટર્મથી ગાંધીનગર દક્ષિણ બેઠક પર જીતતા આવેલા ભાજપના શંભુજી ઠાકોરને બદલે આ વખતે અહીંથી અલ્પેશ ઠાકોરને મેદાને ઉતારતા જંગ ખૂબ જ રસપ્રદ બન્યો હતો.ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર અનેક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. શંભુજી ઠાકોરે પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. સાથે જ એસપી ઠાકોર, સરોજબેન ઠાકોર કે જેઓ પહેલા અમદાવાદમાં કોર્પોરેટર હતા. આ ઉપરાંત હિતેન્દ્ર પટેલ, વિષ્ણુજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરે પણ ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર દાવેદારી નોંધાવી હતી.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઠાકોર સમાજની બહુમતી

ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ બેઠકો આવી છે. જેમાં દહેગામ વિધાનસભા, કલોલ વિધાનસભા, માણસા વિધાનસભા, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ આવેલ છે. આ બેઠક પર નજર કરીએ તો ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઠાકોર સમાજની બહુમતી છે. ગાંધીનગર દક્ષિણ બેઠકની વાત કરીએ તો આ બેઠક વર્ષ 2007થી ભાજપની એકહથ્થુ શાસન હેઠળ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષ માટે આ બેઠક હંમેશા મુશ્કેલ ચઢાણ રહી છે. 

2007થી ભાજપની એકહથ્થુ શાસન

આ બેઠક પરના ચૂંટણી પરિણામના ઇતિહાસ પર નજર કરીએ 2017માં કોંગ્રેસના ગોવિંદજી સોલંકીને 11,500થી વધારે મતોના અંતરથી હરાવીને શંભુજી ઠાકોરે જીત મેળવી હતી.  2012માં શંભુજીએ કોંગ્રેસના જુગાજી ઠાકોરને 8000થી વધારે મતોના અંતરથી હરાવ્યા હતા. 2007માં પણ ભાજપના ઉમેદવાર શંભુજી ચેલાજી ઠાકોર જીત્યા હતા. ત્યારે આ વખતે ભાજપે છેલ્લી બે ચૂંટણીઓ રાધનપુર બેઠક ઉપરથી લડનારા અલ્પેશ ઠાકોરને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. અલ્પેશ ઠાકોરે અનેક વખત રાધનપુરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પાડવા આ વખતે કોંગ્રેસ પાટીદાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ