બનાસકાંઠા / ઠાકોર સમાજે પોતાનું બંધારણ બનાવી યુવતીઓને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ ફરમાવ્યો

Thakor community new constitution banaskantha

બનાસકાંઠામાં ઠાકોર સમાજની બહૂમતી ધરાવતા દાંતીવાડા તાલુકાના 12 ગામોએ સમાજનું પોતાનું બંધારણ બનાવી યુવતીઓને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સાથે ઠાકોર સમાજના કોઈ પણ પ્રસંગમાં ડીજે વગાડવાં અને ફટકાડાં ફોડવા પર મનાઈ ફરમાવાઈ છે. સમાજમાં કોઈ યુવક કે યુવતી ભાગીને પ્રેમ લગ્ન કરશે તો પિતાને 2 લાખનો દંડ અપાશે. ટેક્નોલોજીના ડિજિટલ યુગમાં ઠાકોર સમાજે બનાવેલું આ બંધારણ કંઈક ચોકવનારું છે, સાથે એક પ્રશ્નાર્થ પણ છે કે આ બંધારણ સમાજની પગ્રતિ કે પછી અધોગતિનું પરિમાણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ