બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 01:04 PM, 9 February 2020
ADVERTISEMENT
થાઇલેન્ડના વડા પ્રધાન પ્રિયત ચાન-ઓ-ચાએ રવિવારે કહ્યું હતું કે મોલમાં ભીષણ ગોળીઓ ચલાવનારા હુમલાખોરે કેટલીક અંગત મુશ્કેલીને કારણે હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 લોકોના મોત પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રિયુતે કહ્યું કે બંદૂકધારીના હુમલાનો હેતુ મકાનના વેચાણ સાથે સંબંધિત છે. થાઇલેન્ડમાં આ અણધાર્યું છે અને હું ઈચ્છું છું કે આ ફરી ક્યારેય ન થાય. ઉત્તરપૂર્વ પૂર્વી થાઇલેન્ડમાં નાખોન રત્ચાસિમા શહેરમાં આવેલા એક મોલમાં શનિવારે હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેમાં આશરે 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
ADVERTISEMENT
સુરક્ષા જવાનો ઓપરેશનમાં થયા સામેલ, એક પોલીસ અધિકારીનું પણ થયું મોત
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલાખોર થાઇલેન્ડના વિશિષ્ટ પોલીસ એકમોના કમાન્ડોએ માર્યો હતો. આ સમગ્ર કામગીરીમાં સેંકડો સુરક્ષા જવાનો સામેલ થયા હતા. હજી વધુ લોકો બહુમાળી સંકુલમાં ફસાયા છે કે કેમ તે સ્પષ્ટ નથી. થાઇલેન્ડના નાયબ વડાપ્રધાન અનુતિન ચુરનવિરકુલના જણાવ્યા અનુસાર બંદૂકધારીને મારવાની કાર્યવાહીમાં સામેલ એક પોલીસ અધિકારીની પણ હત્યા કરાઈ છે. દુર્ભાગ્યે તેને ગોળી વાગી હતી અને તે છટકી શક્યો ન હતો. હુમલો કરનાર શનિવારે ઈશાન થાઇલેન્ડમાં નાખોન રત્ચાસિમા શહેરમાં આવેલા એક મોલમાં ગોળીબાર કર્યો હતો. હુમલો કરનારનું નામ સાર્જન્ટ મેજર ઝાક્રાપંત થોમ્મા હતું, જે એક સૈનિક હતો.
સૌ પહેલાં પોતાના કમાન્ડર અને સૈનિકોને માર્યા
બંદૂકધારીએ સૈન્ય બેઝમાં પહેલા તેના કમાન્ડર અને અન્ય બે સૈનિકોને મારી નાખ્યા. તેણે ફેસબુક પર પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે તેણે બદલો લેવો પડશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે એક ખાનગી મકાનમાં પણ કેટલાક લોકોને ગોળી મારી છે, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. કમાન્ડરને માર્યા બાદ તેણે સૈન્ય બેઝથી હમવી અને અન્ય હથિયાર ચોરી લીધા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.