બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / થાઈલેન્ડ જવાનો પ્રોગ્રામ હોય ખુશખબર, હવે અનલિમિટેડ થઈ ગઈ આ ફ્રી સર્વિસ
Last Updated: 11:46 PM, 4 November 2024
થાઈલેન્ડ જવાની પ્લાનિંગ કરતા ભારતીયો માટે એક ગુડ ન્યૂઝ છે. થાઈલેન્ડે ભારતીય નાગરિકો અંતે વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસીને અનિશ્ચિત સમય માટે લંબાવી છે. આ નીતિ અગાઉ 11 નવેમ્બર, 2024 પર સમાપ્ત થવાની હતી. આ નીતિ હેઠળ, ભારતીય પ્રવાસી વિઝા વિના પણ 60 દિવસો સુધી થાઈલેન્ડમાં રોકાઈ શકે છે. તેમને લોકલ ઈમિગ્રેશન ઓફિસથી 30 દિવસનું વધારાનું એક્સટેન્શન પણ મેળવી શકે છે.
ADVERTISEMENT
થાઈલેન્ડમાં વિઝા- ફ્રી એન્ટ્રીમાં અનિશ્ચિતકાળ સુધી વધારો તે ભારતીય પ્રવાસીઓની યાત્રા વધારે સરળ બનશે જે વિઝા આવેદનની પરેશાની વિના થાઈલેન્ડની સંસ્કૃતિ અને પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ કરવા માંગે છે.
ADVERTISEMENT
થાઈલેન્ડ ટુરીઝમ ઓથોરિટીનો નિર્ણય
થાઈલેન્ડ ટુરીઝમ ઓથોરિટી (TAT)એ આ નિર્ણયની પુષ્ટિ કરી છે. નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે વિઝા ફ્રી એન્ટ્રી પોલિસી અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવી છે. વિઝા-મુક્ત મુસાફરીના ઘણા ફાયદા છે. આ યાત્રીઓ માટે પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવે છે અને યજમાન દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.
વિઝા ફ્રી યાત્રાથી થશે આ ફાયદા
થાઈલેન્ડના આ નિર્ણયથી ઘણા ફાયદા થશે. તેમના મુસાફરીની આવકમાં વધારો થશે. રહેવા અને પ્રવાસી સંબંધિત સેવાઓ, જેવી કે ખાવું-પીવું, ફરવું અને લોકલ ટ્રાન્સપોર્ટેશનની માંગમાં વધારો થશે. થાઈલેન્ડના આ નિર્ણયથી રોજગારીની તકો વધશે. પ્રવાસી સ્થળોની માંગમાં વધારાથી લાભ થાય છે, જેથી સ્થાનીય સમુદાયોમાં રોજગાર અને આર્થિક લાભ મળે છે.
વધુ વાંચો : ઠંડીની સિઝન શરૂ થતા જ બાઇક બંધ પડવાનું શરૂ થઇ ગયું? તો ફૉલો કરો આ ટિપ્સ, પછી જુઓ!
ભારતીય પ્રવાસીઓમાં શું ખાસ છે થાઈલેન્ડ
થાઈલેન્ડ સંસ્કૃતિ, પ્રકૃતિ અને રોમાંચનું એક જીવતું મિશ્રણ પ્રદાન કરે છે. રાજધાની બેંગકોકમાં ઘણી ગતિવિધિઓ થાય છે. ત્યારે ઘણા અન્ય સ્થળ ફરવાલાયક છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. થાઈલેન્ડના ગુણોને કારણે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. હવે ફરવાના પ્લાન વધુ સરળતાથી બનાવી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.