thai wife tracks brothel husband visited works there
હેં આવું /
વૈશ્યાલયમાં રંગીનમિજાજી પતિને પકડવા પત્ની ખુદ બની પ્રોસ્ટીટ્યુટ, પછી તો બન્યું ન બનવાનું
Team VTV03:30 PM, 29 Jan 23
| Updated: 03:40 PM, 29 Jan 23
બેંગકોંગમાં એક હેરાનીભરી ઘટના સામે છે જેમાં એક પત્નીએ વૈશ્યાલયમાં નોકરી શરુ કરી કારણ કે તેને ખબર પડી હતી કે તેનો પતિ છુપાઈને અહીં આવે છે.
બેંગકોંગની મહિલાએ રંગીનમિજાજી પતિને પકડવા કર્યું બદનામીભર્યું કામ
પતિ વૈશ્યાલયમાં જતો હોવાની પડી ખબર
વૈશ્યાલયમાં ખુદ બની ગઈ વૈશ્યા
ગમે ત્યારે પતિ કસ્ટમર બનીને આવશે તેવી આશા
પત્નીને પણ કસ્ટમર પાસે મોકલવામાં આવી
બેંગકોંગમાં એક અજીબ ઘટના સામે આવી છે. થાઈલેન્ડની એક મહિલાએ રંગીનમિજાજી પતિને પકડવા માટે જે કામ કર્યું તે ચોંકાવનારુ છે. મહિલાએ આ ઘટના કહી સંભળાવી છે કે તેણે બહાર રંગરેલિયા મનાવી રહેલા પતિને પકડવા માટે શું કર્યું અને આ દરમિયાન તે અજાણતા વૈશ્યાલયમાં પહોંચી હતી અને ત્યાં ખુદ વૈશ્યા બની ગઈ.
અજાણતા વૈશ્યાલય પહોંચી પત્ની
થાઈલેન્ડની મહિલાને શંકા હતી કે તેના પતિએ તેની સાથે છેતરપિંડી કરી છે અને તેને બહાર ક્યાંક સંબંધો છે. આથી મહિલાએ પતિનું પર્સ ચેક કર્યું હતું. પર્સમાં તેને ચિન-નામ ઇરાન ઓલ કુરાબુ નામની જગ્યાએથી એક રસીદ મળી, જે 'લેડી ક્લબ'ની હતી. મહિલાએ આગળ કહ્યું કે મને તેના પાકીટમાં પતિની બેવફાઈના પુરાવા મળ્યા છે. તે ક્યાં જઈ રહ્યો છે તે વિશે મારે વધુ જાણવું હતું, તેથી મેં કાર્ડ પરના નંબર પર ફોન કર્યો અને તે જગ્યા વિશે પૂછ્યું. મહિલાએ કહ્યું કે હું ડરી ગઈ હતી છતાં પણ મારે તે જગ્યાએ જવું હતું, મને સામેથી એવું કહેવાયું કે તમારે રુબરુ આવીને ખાતરી કરવી જોઈએ. હું ત્યાં ગઈ હતી કારણ કે મને ડર હતો કે મારા પતિ કોઈ પ્રકારની જાતીય તકલીફથી ફસાઈ જશે.
વૈશ્યાલયમાં પત્નીએ શરુ કરી નોકરી
મહિલાએ કહ્યું કે હું તે જગ્યાએ પહોંચી હતી. તે જગ્યા કોઈ શોપ ઑફિસ જેવી લાગતી હતી. મેં મેનેજરને પૂછ્યું કે ત્યાં શું ચાલી રહ્યું છે. અને તેણે મને જે કહ્યું તે જાણીને મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ હોય તેવું લાગ્યું. પછી જે થયું તે સંપૂર્ણપણે ચોંકાવનારું હતું. મેનેજરે તેને વેશ્યાલયમાં નોકરીની ઓફર કરી અને પેલી સ્ત્રીએ તે સ્વીકારી લીધી. "અલબત્ત, હું આવું કંઈક કરવાનો ઈરાદો ધરાવતી ન હતી, પરંતુ જે બની રહ્યું હતું તેના કારણે મારામાં કુતૂહલ અને રસ પેદા થયો હતો.
મહિલાએ કહ્યું કે તેને પહેલા ગ્રાહક માટે બોલાવવામાં આવી હતી. તેણીએ જણાવ્યું કે અમે જે રીતે ઘરે શારીરિક સંબંધ રાખીએ છીએ તેના કરતા તે ખૂબ જ સેક્સી અને ખરેખર આશ્ચર્યજનક હતું. મહિલાએ ત્યાં પહેલા કસ્ટમર સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
પત્નીએ કહ્યું, મારે પતિને રંગેહાથ પકડવો છે
વૈશ્યાલયમાં નોકરી કરી રહેલી પત્નીનો બસ એક જ આશય છે કે કોઈ દિવસ તે અહીં પોતાના પતિને રંગેહાથ ઝડપી પાડશે. હાલમાં મહિલા ત્યાં કામ કરી રહી છે. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ છુપાઈને અહીં આવે છે અને એક દિવસ તે તેને પકડી પાડશે. વૈશ્યાલયમા હજુ સુધી તો તેણે પતિને જોયો નથી.