બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / બેવફાઈ બાદ ટ્રાન્સજેન્ડર મહિલાનો બદલો, 'પ્રેમ જાળ'માં ફસાવીને 73નો શિકાર, 7 કરોડ ખંખેર્યાં
Last Updated: 08:37 PM, 3 September 2024
થાઈલેન્ડની એક ટ્રાન્સજેન્ડર મહિલાએ પોતાની સાથે થયેલી બેવફાઈનો બદલો લેવા માટે 73 પુરુષોને ફસાવીને તેમની પાસેથી 7 કરોડથી વધુની રકમ ખંખેરી હતી. મહિલા ટ્રાન્સજેન્ડરની આ ગેમ લગભગ 13 વર્ષ સુધી ચાલી હતી પરંતુ એક દિવસ તેના પાપનો ઘડો ફૂટી ગયો અને તેણે ઝડપાઈ ગઈ. ટ્રાન્સજેન્ડર મહિલાનું નામ ઉથાઈ નંતખાન છે. હકીકતમાં તેનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું કારણ કે બોયફ્રેન્ડે તેને દગો કર્યો હતો આ પછી તેણે મર્દો સાથે બદલો લેવાનું નક્કી કર્યું અને રુપના જોરે મર્દોને ફસાવાનું શરુ કર્યું. આખરે એક જાપાની નાગરિક તેના પાપનો પર્દાફાશ કરતાં તે ઝડપાઈ હતી.
ADVERTISEMENT
કેવી રીતે પુરુષો ફસાવતી
36 વર્ષીય જાપાની પુરુષની મુલાકાત તેની સાથે થઈ હતી. ટ્રાન્સજેન્ડર મહિલાએ પોતાની જાતને હોંગકોંગની પ્રવાસી ગણાવી અને બહાનું કાઢ્યું કે પોતાનો પાસપોર્ટ અને પર્સ ગુમ થઈ ગયું છે અને આ રીતે તેણે વિશ્વાસ કેળવીને તેની પાસેથી પૈસા ઉધાર લીધા અને ત્યાર બાદ ધીરે ધીરે દોસ્તી પ્યારમાં બદલાઈ ગઈ અને પુરુષે તેને પૈસા આપવા માડ્યાં. ત્યાર બાદ આરોપી મહિલાએ યુવાનનું સોનું પણ ખરીદી લીધું હતું અને રોકડા લઈને ફરાર થઈ ગઈ અને ત્યારથી માંડીને નોખી નોખી રીતે પુરુષોને ફસાવતી અને તેમની પાસે કરોડો પડાવી લેતી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : એટલાસ સાઈકલના પ્રેસિડન્ટે લમણે રિવોલ્વર મૂકીને આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં કારણ
પ્યારમાં મળ્યો હતો દગો
પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીઓનો ભોગ બનેલા તમામ જાપાની નાગરિકો છે. તેણીએ પોલીસને જણાવ્યું કે તેનો જાપાની બોયફ્રેન્ડ તેને વર્ષો પહેલા છોડી ગયો હતો અને આ દર્દ અને વેદનાએ તેને ગુનાની દુનિયામાં ધકેલી દીધી હતી. તે કહે છે કે જ્યારે હું કૉલેજમાં હતી, ત્યારે મારા જાપાનીઝ બોયફ્રેન્ડે મને સફર દરમિયાન ફેંકી દીધી હતી અને બધા બિલ ચૂકવવા માટે મને છોડી દીધી હતી. બીજા જાપાની માણસ દ્વારા પણ મારી સાથે પૈસાની છેતરપિંડી કરવામાં આવી હતી. હું જાપાનીઓને ખૂબ જ ધિક્કારું છું અને જાપાની પુરુષો સાથે બદલો લેવા માંગુ છું. મહિલાએ 2011 થી 2024 વચ્ચે આશરે 7.35 કરોડ રૂપિયાની 73 જાપાની પુરુષો સાથે છેતરપિંડી કરી હતી. જો તે દોષિત સાબિત થાય તો તેને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.