થાઈલેન્ડઃ ગુફામાં ફસાયેલા તમામ બાળકોને હેમખેમ બહાર કઢાયા

By : kaushal 07:39 PM, 10 July 2018 | Updated : 07:39 PM, 10 July 2018
વિશ્વભરમાં ચર્ચાએ ચડેલા થાઈલેન્ડના કીસ્સાનો અંત આવ્યો છે. ગુફામાં 18 દિવસથી ફસાયેલા 12 બાળકો અને સાથે જ તેમના કોચને પણ સફળ રીતે બચાવી લેવાયા છે. ઉત્તરી થાઇલેન્ડની ગુફામાં 18 જેટલા દિવસોથી ફસાયેલા બાળકોને બચાવવા માટે મોટા પાયે અંડર વોટર રેસ્ક્યુ ચલાવવામાં આવ્યુ હતુ.

થામ લુઆંગ ગુફામાં 23 જૂને ફસાયેલા અંડર-16 ટીમના 12 ખેલાડીઓ અને કોચને મગળવારે સુરક્ષીત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે અને રવિવારે ગુફામાંથી 4-4 બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે બાકી બચેલા 5 લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના સ્તરે બચાવકાર્ય ચલાવવામાં આવ્યુ હતુ. આ બચાવ ટીમ ઉપરાંત ગુફામાં કેટલાક ડોક્ટરો પણ હાજર હતા.

અધિકારીએ જણાવ્યુ હતુ કે ગુફામાંથી નિકાળાયેલા બાળકોને એમબ્યુલન્સ મારફતે હોસ્પીટલ પહોંચાડવામાં આવ્યા છે.ઘણા રેસ્ક્યુ ઓપરેશનના નાકામ રહ્યા પછી તરબરોડ અને સાંકળી ગુફામાંથી બાળકો અને કોચને કાઢવા માટે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી.
  
ઉલ્લેખનીય છે કે, 23 જૂને ફુટબોલ ટીમના 12 બાળકો કોચ સાથે ગુફામાં ફસાયા હતા. રેસ્ક્યુ દરમ્યાન વરસાદના કારણે પણ ગુફામાં કોઇ પણ પ્રકારનો ફેરફાર જોવા નહોતો મળ્યો. માટે આ રેસ્ક્યુ ઓપરેશનને ચાલુ રાખવામાં આવ્યું હતું. 

એક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે નૌસેના સીલ દ્વારા બાળકોને બચાવ્યાની ખાતરી કરવામાં આવી છે. ગુફામાંથી બહાર કાઢ્યા બાદ, હેલિકોપ્ટર મારફતે બાળકોને હોસ્પિટલ લઇ જવાયા હતા. બાળકોના પરિવારજનોને હમણા સંક્રમણ લાગી ન જાય તેવા ભયના કારણે બાળકોને મળવાની છૂટ આપવામાં આવી નથી.Recent Story

Popular Story