બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 11:44 AM, 21 October 2021
ADVERTISEMENT
ટેસ્લાએ PMO ઓફિસમાં ઈલેક્ટ્રિક વાહનો પર આયાત કર ઘટાડવા વિતંતી કરી છે.
ADVERTISEMENT
વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ઈન્ક. જલદીથી ભારતીય બજારમાં પ્રવેશ કરવા માંગે છે. કંપની ભારતીય બજાર પ્રવેશ કરતા પહેલા ટેક્સમાં રાહત માંગી છે. આને ધ્યાનમાં રાખીને ટેસ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસને બજારમાં પ્રવેશ કરતાં પહેલા ઈલેક્ટ્રિક વાહનો પર આયાત કર ઘટાડવા વિતંતી કરી છે. એક રિપોર્ટ અનુસાર ટેસ્લાએ PMO કાર્યાલયને ઇલેક્ટ્રિક કાર પર આયાત ડ્યૂટી ઘટાડવા અપીલ કરી છે. ટેસ્લા આ વર્ષે ભારતમાં આયાતી કારનું વેચાણ શરૂ કરવા માંગે છે, પરંતુ તેઓ કહે છે કે ભારતમાં ટેક્સ વિશ્વમાં સૌથી વધુ છે. જુલાઈમાં પ્રથમ વખત કંપનીએ ભારત સરકારને ટેક્સ કપાત માટે અપીલ કરી હતી, જે પછી સ્થાનિક કંપનીઓ વાંધા ઉઠાવી રહી છે. સ્થાનિક કંપનીઓ માને છે કે આવા પગલાથી સ્થાનિક ઉત્પાદનમાં રોકાણમાં અવરોધ આવશે.
એલોન મસ્ક પીએમ મોદીને મળવા માંગે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે ટેસ્લા કંપનીના વડા એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સમય પણ માંગ્યો છે. આ મામલે ભારતમાં ટેસ્લાના પોલિસી ચીફ મનુજ ખુરાના સહિતના અધિકારીઓએ ગયા મહિને પીએમઓ ખાતે ગુપ્ત બેઠક યોજી હતી.જેમાં કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં ટેક્સના દર વિશ્વમાં સૌથી વધુ છે. જોકે, પીએમઓ તરફથી ટેસ્લાને શું પ્રતિસાદ મળ્યો છે તે હજુ સ્પષ્ટ નથી.
કંપની આ વર્ષે આયાતી કારનું વેચાણ શરૂ કરવા માંગે છે.
ટેસ્લા આ વર્ષે ભારતમાં તેની આયાતી કારનું વેચાણ શરૂ કરવા માંગે છે. બેઠકમાં ટેસ્લાએ જણાવ્યું હતું કે જો ટેક્સના દર ઘટાડવામાં નહીં આવે તો કંપની માટે ભારતમાં વેપાર કરવો સધ્ધર રહેશે નહીં. આ બજારમાં, 40,000 ડોલર અથવા લગભગ 30 લાખ રૂપિયા સુધીના વાહનો પર 60 ટકા આયાત ડ્યૂટી છે, પરંતુ તેનાથી ઉપર મૂલ્યના વાહનો પર 100 ટકા આયાત ડ્યુટી છે. જો આ ટેરિફ અમલમાં રહેશે, તો ટેસ્લા કાર ગ્રાહકો માટે વર્ચ્યુઅલ દુર્ગમ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.