terrorists shot dead a policeman in srinagar jammu and kashmir
BIG NEWS /
JK: શ્રીનગરમાં આતંકી હુમલો: પોલીસ જવાનને ગોળી મારી દીધી, દિકરી પણ ગંભીર રીતે થઈ ઘાયલ
Team VTV05:53 PM, 24 May 22
| Updated: 06:41 PM, 24 May 22
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો થયો છે. જ્યાં અચાર સૌરા વિસ્તારમાં એક સિપાહી શહીદ થઈ ગયા છે.
શ્રીનગરમાં ફરી એક વાર આતંકી હુમલો
હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયા
તેમની દિકરી પણ ગંભીર રીતે ઘાયલ થઈ
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો થયો છે. જ્યાં અચાર સૌરા વિસ્તારમાં એક સિપાહી શહીદ થઈ ગયા છે. એક પોલીસ અધિકારીએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આતંકવાદીઓએ એક હોસ્પિટલમાં ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં તેમની દિકરી ઘાયલ થઈ ગઈ છે. પોલીસે જણાાવ્યું હતુ કે, આતંકવાદીઓએ સૌરા વિસ્તારમાં મલિક સાબ નિવાસી પોલીસકર્મી મોહમ્મદ સૈયદ કાદરીના પુત્ર સૈફુલ્લા કાદરી પર ગોળીઓ ચલાવી હતી.
અગાઉ પણ બની હતી આવી ઘટના
આ અગાઉ આ મહિનાની શરૂઆતમાં જ શ્રીનગરના અલી જાન રોડ સ્થિત એવા બ્રિઝ પર આતંકીઓએ પોલીસ કર્મી ગુલામ હસન ડારને ગોળી મારી દીધી હતી. સારી વાત એ રહી છે કે, આ હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો, પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આતંકીઓની શોધખોળ માટે શ્રીનગરમાં કેટલાય વિસ્તારમાં શોધખોળ અભિયાન ચલાવ્યો હતો. ઘાયલ પોલીસકર્મીના ભાઈએ જણાવ્યું હતું કે, તેમનો ભાઈ સવારે સાત વાગ્યે ડ્યૂટી પર નિકળ્યો હતો, ત્યારે આ ઘટના ઘટી હતી.
સોમવારે પોલીસે લશ્કરના પાંચ આતંકીઓને દબોચી લીધા હતા
આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના પાંચ સ્થાનિક હાઈબ્રિડ આતંકવાદીઓને સોમવારે દબોચી લીધા હતા. તેમાંથી બેને શ્રીનગરથી જ્યારે ત્રણને બારામૂલામાંથી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આતંકીઓ પાસેથી દારૂગોળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બારામૂલાથી પકડાયેલા ત્રણેય આતંકીઓ એપ્રિલમાં બારામૂલા જિલ્લામાં થયેલી સરપંચની હત્યામાં સામેલ હતા.