terrorist killed sarpanch sajad ahmad in kulgam kashmir
અસુરક્ષિત /
કુલગામમાં આતંકવાદીઓએ બીજેપી નેતાની ગોળી મારી હત્યા કરી, 48 કલાકમાં આવી બીજી ઘટના
Team VTV11:19 AM, 06 Aug 20
| Updated: 12:30 PM, 06 Aug 20
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. તેમણે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. આ પહેલા જૂનમાં કાશ્મીરી પંડિત સરપંચ અજય પંડિતની હત્યા કરી હતી.
સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી
પીર આરિફ અહમદ શાહ પર 4 ઓગસ્ટના આતંકવાદીઓએ હુમલો કર્યો
કોંગ્રેસના સભ્ય અજય પંડિતની તેમના ગામમાં હત્યા કરવામાં આવી
મળતી જાણકારી મુજબ આતંકવાદીઓએ સજ્જાદને કુલગામ જિલ્લાના વેસ્સુ સ્થિત ઘરની બહાર ગોળી મારી હતી. ઘાયલ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
કાશ્મીરની ઘાટીમાં 48 કલાકની અંદર સરપંચ પર હુમલાની આ બીજી ઘટના છે. આ પહેલા 4 ઓગસ્ટની સાંજે કુલગામ જિલ્લાના મીરબાજારના અખરાન વિસ્તારમાં પંચ પીર આરિફ અહમદ શાહ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તે ગંભીર રુપે ઘાયલ થયા હતા. એ બાદ શ્રીનગર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
8 જુને અનંતનાગ જિલ્લાના લરકીપુરા વિસ્તારના સરપંચ અને કોંગ્રેસના સભ્ય અજય પંડિતની તેમના ગામમાં હત્યા કરવામાં આવી હતી. આ બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમના હત્યારાઓને ઠાર માર્યા હતા.