ફાયરિંગ /
જમ્મુ કાશ્મીરમાં 1 કલાકમાં 2 આતંકવાદી હુમલા, એક ASI શહીદ, એક નાગરિકનું પણ મોત
Team VTV07:32 PM, 22 Dec 21
| Updated: 07:33 PM, 22 Dec 21
જમ્મુ કાશ્મીરમાં બુધવારે 1 કલાકની અંદર 2 આતંકવાદી હુમલા થયા. પહેલા હુમલો શ્રીનગરના ઈદગાહમાં આતંકવાદીઓએ એક શખ્સ પર ફાયરિંગ કરી દેવાયું. આ હુમલામાં શખ્સનું મોત થઇ ગયું.
શ્રીનગર અને અનંતનાગમાં આતંકવાદી હુમલો
શ્રીનગરમાં પ્રોપર્ટી ડીલરનું મોત
અનંતનાગમાં ASI ઇજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીરમાંઆ ઘટનાના 1 કલાક બાદ આતંકવાદીઓએ અનંતનાગમાં પોલીસ અધિકારી પર ફાયરિંગ કરી દીધું. આ હુમલામાં એએસઆઈ મોહમ્મદ અશરફ શહીદ થઇ ગયા.
શ્રીનગરમાં આતંકવાદીઓએ ઈદગાહ વિસ્તારમાં એક નાગરિક પર ફાયરિંગ કર્યું. નાગરિકની ઓળખ રઉફ અહમદ ખાન તરીકે થઇ તે પહેલા શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.
તેની થોડીવાર બાદ અનંતનાગના બિજબિહારામાં આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીર પોલીસે ASI મોહમ્મદ અશરફ પર ફાયરિંગ કરી દીધું. હુમલામાં ASI ઇજાગ્રસ્ત થયા હતા. તેમને શ્રીનગરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું.