જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ એક પછી એક ત્રણ હુમલા કર્યા હતા.જેમાં શોપિયાંમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત દુકાનદાર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કરી દીધો હતો
હુમલાની માહિતી મળતાં જ સેના અને પોલીસકર્મીઓએ મોરચો સાંભાળ્યો
આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવાઈ રહ્યું છે
આતંકવાદીઓએ સોમવારે બપોરે પુલવામાના લાજુરામાં ફાયરિંગ કર્યું હતું
જમ્મુ-કાશ્મીરની ધરતી ફરી એકવાર આતંકી હુમલાથી રક્તરંજીત બની છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ એક પછી એક ત્રણ હુમલા કર્યા હતા. જ્યારે શોપિયાંમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત દુકાનદાર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કરી દીધો હતો. બાદમાં દુકાનદારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Jammu & Kashmir | Terrorists fired upon two non-locals in Lajurah village of Pulwama. Both the injured locals were rushed to a hospital. The area has been cordoned off: Police
હુમલાની માહિતી મળતાં જ સેના અને પોલીસકર્મીઓએ મોરચો સાંભાળ્યો
આ આતંકવાદી હુમલામાં ચોટીગામ ગામના બાલ કૃષ્ણને હાથ અને પગમાં ઈજા થઈ હતી. જેને શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેમની સ્થિતિ સ્થિર હોવાની માહિતી આપી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીરી પંડિત દુકાનદાર પર હુમલાની માહિતી મળતાં જ સેના અને પોલીસકર્મીઓને ગામમાં મોકલવામાં આવ્યા હતા.આ પહેલા શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
J&K | A terrorist attack at Maisuma in Lal Chowk, Srinagar, led to the injury of 2 CRPF jawans.
આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવાઈ રહ્યું છે
સૈન્યના અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ મૈસુમામાં CRPF જવાનો પર ગોળીબાર કર્યો, જેમાં બે જવાન ઘાયલ થયા. ઘાયલોને SMHS હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ એક જવાનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આતંકવાદીઓએ સોમવારે બપોરે પુલવામાના લાજુરામાં ફાયરિંગ કર્યું હતું
આ પહેલા પુલવામા જિલ્લામાં આતંકવાદીઓના હુમલામાં બિહારના બે મજૂરો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ સોમવારે બપોરે પુલવામાના લાજુરામાં પટલેશ્વર કુમાર અને જાકો ચૌધરી પર ફાયરિંગ કર્યું હતું. બંને બિહારના રહેવાસી છે. આતંકવાદીઓએ રવિવારે સાંજે પુલવામાના નૌપોરા વિસ્તારમાં બે બિન-સ્થાનિક મજૂરો પર ફાયરિંગ કર્યુ હતું. બંને પંજાબના રહેવાસી હતા.