બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Terror module exposed in Gujarat: Four persons in touch with ISIS, revelations in ATS probe

તપાસ / ગુજરાતમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ: ISIS સાથે સંપર્કમાં હતા ચાર વ્યક્તિ, ATSની તપાસમાં ખુલાસો

ParthB

Last Updated: 10:20 AM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે તે પહેલા ગુજરાત ATS દ્વારા આતંકી મોડ્યુલને ઝડપી પાડવામાં આવ્યું છે.

  • વડોદરામાં નવું આતંકી મોડ્યુલ
  • ATSએ અટકાયત કરી તપાસ શરૂ કરી
  • 4 વ્યક્તિઓની અટકાયત બાદ તપાસ

ગુજરાત ATSએ કર્યો આતંકી મોડ્યુલનો પર્દાફાશ

આજે સાંજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ પ્રવાસમાં આવતીકાલે પ્રધાનમંત્રી વડોદરા જવાના છે. પ્રધાનમંત્રી વડોદરા પહોંચે તે પહેલા ગુજરાત ATS દ્વારા આતંકી મોડ્યુલને ઝડપી પાડવામાં આવ્યું છે.આ આતંકી મોડ્યુલને લઇ ATS દ્વારા રાજ્યમાં વડોદરાના 2, ગોધરાનો 1 અને અમદાવાદ દાણીલીમડાના 1 વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. વડોદરાથી ડૉ. સાદાબ અને સાબિહાની જ્યારે ગોધરાથી ઇશાક અને દાણીલીમડાથી પટણીની અટકાયત કરાઇ છે.આ તમામ લોકો ISISના હેન્ડલર્સના સંપર્કમાં હોવાની આશંકા છે.

વડોદરાના 2 સહિત રાજ્યમાંથી 4ની કરાઇ હતી અટકાયત

ATS દ્વારા તબીબ અને યુવતીની સતત બીજા દિવસે લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. વિદેશથી મોકલાતાં નાણાં યુવતી અને તબીબના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા.વિવિધ રાજ્યોમાં હુમલાની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.ATSએ તમામ લોકોનો મોબાઇલ, લેપટોપ જપ્ત કર્યા છે.મોબાઇલ અને લેપટોપની ઝીણીઝીણી વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ તમામ લોકો ISISના હેન્ડલર સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં હતા. સોશિયલ મીડિયા પર થયેલી ચેટની પણ તપાસ શરૂ કરાઇ.તબીબ અને યુવતીના ખાતામાં નાણાં આવતા તેમની પૂછપરછ શરૂ કરાઇ

બુધવારે વડોદરામાંથી ડૉ.સાદાબ પાનવાલાની ATSએ કરી હતી અટકાયત

ઉલ્લેખનીય છે કે, ગત 16મી જુલાઈના રોજ  વડોદરામાંથી ડૉ. સાદાબ પાનવાલા નામના વ્યક્તિની ATS દ્વારા અટકાયત કરાઇ છે. ડૉ. સાદાબ પાનવાલા કે જેનું પ્રતિબંધિત સંગઠન SIMI સાથે કનેકશન હતું. ડૉ. સાદાબ પાનવાલા કે જે મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના સભ્ય છે. અગાઉ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ ATSએ અટકાયત કરી હતી. અમદાવાદ ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખી પૂછપરછ કરી હતી. ATS દ્વારા રાજ્યભરમાંથી 3થી 4 શખ્સોની પૂછપરછ કરાઇ રહી છે. જો કે, સમગ્ર મામલાનું કારણ હજુ સુધી અકબંધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Terror Module ats exposed gujarat આતંકી મોડ્યુલ એટીએસ ખુલાસો ગુજરાત Gujarat ATS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ