બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / રશિયામાં યહૂદીઓના પ્રાર્થનાસ્થળ પર આતંકી હુમલો: 15થી વધુ પોલીસકર્મીઓના મોત, અનેક ઘાયલ

Video / રશિયામાં યહૂદીઓના પ્રાર્થનાસ્થળ પર આતંકી હુમલો: 15થી વધુ પોલીસકર્મીઓના મોત, અનેક ઘાયલ

Last Updated: 08:48 AM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Dagestan Terror Attack Latest News : રશિયામાં યહૂદી પ્રાર્થના સ્થળ અને ચર્ચ પર આતંકી હુમલો આતંકવાદીઓએ પાદરીનું ગળું કાપી નાખ્યું તો રશિયન સુરક્ષા દળોએ 6 આતંકીઓને ઠાર કર્યા

Russia Dagestan Terror Attack : રશિયામાં યહૂદી પ્રાર્થના સ્થળ અને ચર્ચ પર આતંકી હુમલો થયાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ હુમલામાં 17 પોલીસકર્મીઓ અને એક પૂજારી સહિત ઘણા લોકોના મોત થયા છે જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ પાદરીનું ગળું કાપી નાખ્યું હતું. જવાબી કાર્યવાહીમાં રશિયન સુરક્ષા દળોએ 6 આતંકીઓને ઠાર કર્યા હતા. રશિયાના દાગેસ્તાનમાં હજુ પણ સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. આ આતંકી હુમલો દાગેસ્તાન પ્રાંતના બે શહેરોમાં થયો હતો.

આ હુમલા બાદ લોકો ડરી ગયા છે. રશિયાના રસ્તાઓ પર ટાંકી અને વિશેષ દળો તૈનાત છે. છેલ્લા 9 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે. આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં સાત અધિકારીઓ, એક પાદરી અને એક ચર્ચ સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. દાગેસ્તાનના બે શહેરો ડર્બેન્ટ અને મખાચકલામાં થયેલા આ આતંકવાદી હુમલા બાદ સોમવાર, મંગળવાર અને બુધવારને શોકના દિવસો જાહેર કરવામાં આવ્યા હતા.

બે ઓર્થોડોક્સ ચર્ચ પર એક સાથે હુમલો

આતંકવાદીઓએ એક સાથે બે ઓર્થોડોક્સ ચર્ચ પર હુમલો કર્યો હતો. સાંજની પ્રાર્થના બાદ આતંકવાદીઓ ચર્ચમાં ઘૂસ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આતંકીઓએ ચર્ચમાં ઓટોમેટિક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ 66 વર્ષના એક પાદરીનું ગળું કાપીને હત્યા કરી નાખી. ફાધર નિકોલે છેલ્લા 40 વર્ષથી ચર્ચમાં સેવા આપી રહ્યા હતા. આતંકવાદીઓએ યહૂદી ધર્મસ્થાન સિનાગોગ પર પણ ગોળીબાર કર્યો હતો. આ તરફ હવે મખાચકલામાં બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલા બાદ રશિયન કમાન્ડો એક્શનમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદીઓએ ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે હજુ સુધી આ આતંકી હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. હુમલા બાદ રશિયન સેનાએ પોતાની સ્થિતિ જાળવી રાખી છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધ ચાલી રહી છે. શહેરના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો

હુમલા બાદ દાગેસ્તાનમાં એક આતંકવાદીએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે,આત્મઘાતી હુમલાખોર કારમાં બેઠો હતો. અચાનક કારમાં વિસ્ફોટ થયો. જો નિષ્ણાંતોનું માનીએ તો દાગેસ્તાનમાં જે રીતે અને જે રીતે આતંકવાદી કાર્યવાહી થઈ છે તે જોતા લાગે છે કે દાગેસ્તાનમાં આતંકવાદી સંગઠનોને ક્યાંક ને ક્યાંક બહારથી સમર્થન મળ્યું હશે. યહૂદી પ્રાર્થના સ્થળ અને રશિયામાં જે ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બંને દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં સ્થિત છે. ડર્બેન્ટ એ દક્ષિણ કાકેશસનો મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. ડર્બેન્ટ એ દાગેસ્તાનનું બીજું સૌથી મહત્વપૂર્ણ શહેર છે અને તે કેસ્પિયન સમુદ્ર પર સ્થિત છે. અહીં મોટી સંખ્યામાં યહૂદી સમુદાયના લોકો રહે છે. આતંકીઓએ દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો હતો.

વધુ વાંચો : દરિયામાં જોવા મળી દુર્લભ ગુલાબી ડોલ્ફિન, અદ્ભુત નજારો જોઈ લોકો આશ્ચર્યચકિત, જુઓ વાયરલ વીડિયો

જાણો શું કહ્યું દાગેસ્તાન પ્રાંતના ગવર્નરે ?

આ આતંકવાદી ઘટના પર દાગેસ્તાન પ્રાંતના ગવર્નર સર્ગેઈ મેલિકોવે કહ્યું કે, અમે જાણીએ છીએ કે આતંકી હુમલા પાછળ કોણ છે અને તેઓએ આ હુમલો કયા હેતુથી કર્યો છે. હુમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે. અમે લોકોને શાંત રહેવાની અપીલ કરીએ છીએ. આતંકવાદીઓ અહીં માત્ર ભય ફેલાવવા માટે આવ્યા હતા. તેઓએ જે કરવું હતું તે કર્યું. તેની શોધખોળ ચાલુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Russia Dagestan Terror Attack Russia Terror Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ