બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Terror attack in Pakistani school 7 teachers killed

હાહાકાર / પાકિસ્તાની સ્કૂલમાં આતંકી હુમલો, હુમલાખોરોએ સ્ટાફ રુમમાં ફાયરિંગ કરીને 7 ટીચરોની કરી હત્યા, મચી સનસની

Mahadev Dave

Last Updated: 07:59 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની સ્કૂલમાં આતંકી હુમલાની ચકચારી ઘટના સામે આવી હતી. જેમાં હુમલાખોરોએ સ્ટાફ રુમમાં ગોળીઓ વરસાવી 7 ટીચરોની હત્યા કરી નાખતા હાહાકાર મચી જવા પામ્યો છે.

  • પાકિસ્તાન-અફઘાન બોર્ડર પાસે આવેલ પારચીનાર શાળામાં આતંકી હુમલો
  • હુમલાખોરોએ સ્કૂલના સ્ટાફ રૂમમાં ઘુસી કર્યો અંધાધુધ ગોળીબાર
  • સાત શિક્ષકોની હત્યાથી હાહાકાર

પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાકિસ્તાન-અફઘાન બોર્ડર પાસે આવેલ પારચીનાર શાળામાં આતંકી હુમલાની ઘટના સામે આવી હતી. હુમલાખોરોએ સ્કૂલના સ્ટાફ રૂમમાં ઘુસી અંધાધુધ ગોળીબાર કરતા સાત શિક્ષકોની હત્યા કરી હતી. જેને લઈને હાહાકાર મચી ગયો હતો.આ શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હોવાનું જાણવા મળી રહ્યું છે.


મૃતક ચાર શિક્ષકો શિયા સમુદાયના હતા

જોકે આ હુમલા મામલે હજુ સુધી કોઈ સંગઠનની સંડોવણી સામે આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુન્ની આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે જે જગ્યાએ ગોળીબાર થયો હતો તે અફઘાન સરહદની એકદમ નજીક આવેલ છે.

 

સ્થાનિકોમાં ગભરાટનો માહોલ

હાલ ફાયરિંગ બાદ વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક લોકોએ આ ઘટનાને શખ્સ શબ્દોમાં વખોડી કાઢી છે. નોંધનીય છે કે પારાચીનાર દાયકાવાથી સેન્યના નેતૃત્વમાં શિયા નરસંહાર સ્થળ રહ્યું છે અને આ હક્કાની નેટવર્કએ એ વિસ્તારમાં ભૂતકાળમાં તબાઈ મચાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

7 ટીચરોની હત્યા pakistani terror attack પાકિસ્તાન સ્કૂલમાં આતંકી હુમલો terror attack in pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ