બ્રેકિંગ ન્યુઝ
Dhruv
Last Updated: 07:51 AM, 30 March 2022
ADVERTISEMENT
ઈઝરાયેલના બની બ્રાક શહેરમાં આતંકી હુમલો થયો છે. જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે. 'ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ'નાં અહેવાલ અનુસાર, એક બાઇક સવારે રસ્તા પર ચાલી રહેલા લોકો પર એક બાદ એક ધડાધડ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જો કે, આ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ હુમલામાં આતંકીનું પણ મોત થયું છે. આ સાથે જ અન્ય એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આતંકીઓ પેલેસ્ટિનિયન છે. પોલીસનું માનવું છે કે, આતંકવાદી પેલેસ્ટિનનાં આતંકી સંગઠન 'હમાસ' સાથે જોડાયેલો હતો અને તેણે ગેરકાયદેસર હથિયારોના વેચાણ માટે છ મહિનાની જેલની સજા પણ ભોગવી ચૂકી હતી. હાલમાં પોલીસે આ મામલલે 8 પેલેસ્ટિનિયનોની અટકાયત કરી છે. આ મામલે હાલમાં વધુ તપાસ પણ ચાલી રહી છે.
ADVERTISEMENT
પહેલાં પણ થયા છે આ પ્રકારનાં હુમલા
છેલ્લાં એક સપ્તાહમાં આ ત્રીજો આતંકી હુમલો છે. પહેલો હુમલો હદેરામાં થયો હતો જેમાં 2 લોકોના મોત થયા હતાં તો બીજો હુમલો બિરશેવા શહેરમાં એક શોપિંગ સેન્ટરની બહાર થયો હતો, જ્યાં એક આતંકવાદીએ છરી વડે ચાર લોકોની હત્યા કરી દીધી હતી. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે. 2006 બાદ આવું પ્રથમ વખત થયું છે કે જ્યારે એક અઠવાડિયામાં જ 11 લોકોના મોત થયા છે.
ઈઝરાયેલ હવે આરબ આતંકવાદનો સામનો કરી રહ્યું છે
ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે કહ્યું કે, ઈઝરાયેલ આરબ આતંકવાદની ઘાતક લહેરનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત, તેઓ સંરક્ષણ અને જાહેર સુરક્ષા મંત્રીઓ, ઇઝરાયેલ પોલીસ કમિશનર અને અન્યો સાથે પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ અંગેની ખુદ વડાપ્રધાન કાર્યાલયે જાણકારી આપી છે. બીજી તરફ શહેરના લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિશ્વ શાંતિનું પગલું / ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ પડ્યો, PM નેતન્યાહુએ કર્યું મોટું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.