બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 07:51 AM, 30 July 2020
ADVERTISEMENT
દેશમાં મોટા આતંકી હુમલાની ચેતવણી ગુપ્તચર સંસ્થા RAW દ્વારા આપવામાં આવી છે. 15 ઓગસ્ટ સુધીમાં મોટા આતંકી હુમલાની ચેતવણી આપી છે. અયોધ્યા, દિલ્હી અને કશ્મીરમાં આતંકી હુમલાનું એલર્ટ છે. કશ્મીરમાં એન્ટી ફાસિસ્ટ પીપલ્સ ફ્રન્ટ નામનું સંગઠન સક્રિય થયું હોવાની માહિતિ ગુપ્તચર એજન્સીને મળી છે. 300થી વધુ આતંકીઓ કશ્મીરમાં ઘુસણખોરીની ફિરાકમાં છે. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબા પણ હુમલાની ફિરાકમાં છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને જોર સોરથી તૈયારીઓ થઈ રહી છે. આ કાર્યક્રમમમાં પીએમ મોદી સહિત અનેક વીવીઆઈપીઓ અતિથિ બનશે. આ સમારોહમાં આતંકવાદી હુમલાનું સંકટ તોળાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ આતંકવાદી હુમલાની તૈયારી કરી છે. લશ્કર અને અને જૈશેના આતંકવાદીઓએ આ માટે ટ્રેનિંક લીધી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યુ છે.
મીડિયા રિપોર્ટ મુજબ રામમંદિરના ભૂમિ પૂજન ઉપરાંત 15મી ઓગસ્ટ તે તેની પહેલા અને જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાની વર્ષગાંઠ પર આતંકવાદી હુમલાની આશંકા છે. આ માટે જૈશેના આતંકવાદીઓ આ માટે અફગાનિસ્થાનમાં વિશેષ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે.
અયોધ્યામાં મોદી, અડવાણી, જોશી સહિત મોટા ભાજપના નેતા ભાગ લેવા આવી રહ્યા છે. અનેક રાજ્યના સીએમ પણ ભાગ લેશે. જેના કારણે સુરક્ષાનો સજ્જડ બંદોબસ્ત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.