બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 21 જાન્યુઆરી સુધી સંકટ પર સંકટ! આ 3 રાશિના જાતકો પર ષડાષ્ટક યોગનો ભયંકર પ્રભાવ

ષડાષ્ટ્ક યોગ / 21 જાન્યુઆરી સુધી સંકટ પર સંકટ! આ 3 રાશિના જાતકો પર ષડાષ્ટક યોગનો ભયંકર પ્રભાવ

Last Updated: 07:44 AM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના સેનાપતિ ગણાતા ગ્રહ મંગળ હાલ કર્ક રાશિમાં છઠ્ઠા ભાવમાં બિરાજમાન છે જ્યારે આઠમાં ભાવમાં કર્મનું ફળ આપનાર શનિ દેવ હાલ કુંભ રાશિમાં છે. જે ભેગા મળીને ષડાષ્ટ્ક યોગનું નિર્માણ કરે છે જેની અસર 3 રાશિઓના જાતકો પર સવિશેષ પડશે.

મંગળ અને શનિ એકબીજાથી છઠ્ઠા અને આઠમ ભાવમાં હોવાને લીધે ષડાષ્ટ્ક યોગનું નિર્માણ થયું છે જે આગામી 20 જાન્યુઆરી 2025 સુધી રહેશે. શનિ અને મંગળનો આ યોગ અમંગળ કરનારો ગણાય છે આનાથી દુર્ઘટના, હાનિ થઈ શકે છે. 21 જાન્યુઆરીએ મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે એ પહેલા આ 3 રાશિઓના જાતકોને તકલીફનો સામનો કરવો પડી શકે છે.

કર્ક

મંગળ અને શનિ દ્વારા રચાયેલા ષડાષ્ટક યોગના અશુભ પરિણામની અસર કર્ક રાશિના જાતકો પર પડશે આથી આ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવી જરૂરી છે. ખર્ચ વધી શકે છે. નોકરી કરતા લોકોએ થોડી સાવધાની રાખવી પડશે. તમારા કામ પર કોઈ કારણ વગર પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે. મન કોઈ કારણ વગર મૂંઝવણ અનુભવશે. એક અલગ પ્રકારનો ડર તમને રહી શકે છે. શક્ય તેટલું પ્રાર્થનામાં સમય ગાળો. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થશે.

સિંહ

સિંહ રાશિ માટે ષડાષ્ટક યોગ તકલીફ આપનાર રહેશે. દલીલોથી દૂર રહેશો તો સારું રહેશે. મન ખુશ થઈ શકે છે. વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે તેની માનસિક સ્થિતિ પર અસર પડી શકે છે. તણાવથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે. થોડા દિવસો માટે લાલ રંગના કપડાં પહેરવાનું ટાળજો. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

વધુ વાંચો: દધિચી ઋષિને ગંગા સ્નાન કરાવવા સાક્ષાત પ્રગટ થયા ગંગાજી, સૌરાષ્ટ્રની ગુપ્તગંગાનો છે રોચક ઈતિહાસ

મકર

મકર રાશિના લોકોએ 21 જાન્યુઆરી પહેલા સાવધ રહેવું પડશે. કોઈપણ પ્રકારની બેદરકારી તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. મંગળ અને શનિ દ્વારા રચાયેલ ષડાષ્ટક યોગ અશુભ પરિણામો લાવી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. મુસાફરી કરતી વખતે સાવચેતી જરૂરી. સ્થાવર મિલકત બાબતે વિવાદો થઈ શકે છે. પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. શનિદેવની ઉપાસના ફળદાયી રહેશે. પીપળાના ઝાડ પાસે દરરોજ તેલનો દીવો કરવો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shadashtak Yoga Shani Dev Hanuman Chalisa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ