બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છની જુની જેલમાં ભયાનક આગ, ધડાકા ભડાકાથી નાસભાગનો માહોલ
Last Updated: 06:01 PM, 15 April 2025
Kutch News : ગુજરાતમાં આગ શાંત થવાનું નામ નથી લઇ રહી. એક પછી એક રોજિંદી રીતે કોઇને કોઇ મહાનગરમાં આગના સમાચારો સામે આવતા જ રહે છે. આજે ભુજમાં સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભયાનક આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતા ભયજનક દ્રશ્યો સર્જાયા હતા. કમ્પાઉન્ડમાં રહેલા અનેક વાહનોમાં પણ આગ લાગી ગઇ હતી.
ADVERTISEMENT
ધડાકા ભડાકા સાથે આગ
જુની જેલના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા અનેક વાહનોમાં પણ આગ લાગી ગઇ હતી. વાહનોમાં આગ લાગતા ધડાકા ભડાકા અને બ્લાસ્ટ થયા હતા. પોલીસે જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ ડીઝલ હોવાના કારણે આગ હજી પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.