બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની હોસ્પિટલમાં ભયાનક આગથી અફડા તફડી, ફાયર વિભાગનું દિલધકડ રેસ્ક્યું
Last Updated: 07:00 PM, 6 May 2025
Surat News : ગુજરાતમાં ભયાનક આગનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. એક પછી એક ભયાનક આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતમાં ફરી એકવાર આગની ઘટના પ્રકાશમાં આવી છે. આ આગ કોઇ કંપની કે ગોડાઉનમાં નહી પરંતુ હોસ્પિટલમાં લાગી ગઇ છે. જેના કારણે અનેક દર્દીઓની સ્થિતિ કફોડી થઇ છે. આ ઉપરાંત રાહત અને બચાવકામગીરી પણ મુશ્કેલ બની ગઇ છે.
ADVERTISEMENT
સુરતની મિશન હોસ્પિટલમાં ભયાનક આગ
ઘટના અંગે વિગતે મળી માહિતી અનુસાર સુરતની મિશન હોસ્પિટલમાં આજે અચાનક ભીષણ આગની ઘટના સામે આવી છે. જેના કારણે હોસ્પિટલ પરિસરમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગનો કાફલો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. હોસ્પિટલમાં સામાન્ય સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓનું સ્ટાફ દ્વારા જ રેસક્યું કરી લેવામાં આવ્યું છે. બીજી તરફ ક્રિટિકલ દર્દીઓને ફાયર જવાનો દ્વારા રેસક્યું કરવામાં આવી રહ્યા છે. અઠવા લાઇન્સની આ ખ્યાતનામ હોસ્પિટલમાં આગ લાગતા ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
ફાયર વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યું
જો કે સૌથી સારી બાબત છે કે, ફાયર વિભાગની સતર્કતા અને સ્ટાફની સતર્કતાને કારણે કોઇ પ્રકારની જાનહાની થઇ નથી. તમામ દર્દી, ડોક્ટર, દર્દીના સગા અને હોસ્પિટલ સ્ટાફ સહિતનાં તમામ લોકોને સુરક્ષીત રીતે રેસક્યું કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. જો કે હજી પણ કેટલાક લોકો ફસાયેલા હોવાનું લોકો દાવો કરી રહ્યા છે. જે અંગે અધિકારીક રીતે કોઇ માહિતી સામે આવી નથી. જો કે આગ હજી સુધી કાબુમાં આવી નથી અને આગ લાગવાનું કારણ પણ સામે આવ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.