બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Term insurance buyers If you smoke you may have to pay up to 50% more insurance premium

તમારા કામનું / ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદનારાઓએ સાવધાન! જો તમે ધૂમ્રપાન કરો છો તો 50% સુધી વધુ વીમા પ્રીમિયમ ચૂકવવું પડશે, જાણો કેમ

Megha

Last Updated: 04:46 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીમા કંપનીઓ સામાન્ય વ્યક્તિ કરતાં ધુમ્રપાન કરનાર પાસેથી 40% થી 50% વધુ પ્રીમિયમ વસૂલે છે અને તેની પાછળનું કારણ એ છે કે ધૂમ્રપાન કરનાર વ્યક્તિ પર જોખમ વધી જાય છે.

  • ટર્મ ઈન્સ્યોરન્સની માંગ ઝડપથી વધી છે
  • ધૂમ્રપાન કરો છો તો ટર્મ વીમો લેતા પહેલા ચેતી જજો
  • જોખમને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓ વધુ પ્રીમિયમ વસૂલે છે

સામાન્ય લોકોમાં ટર્મ ઈન્સ્યોરન્સની માંગ ઝડપથી વધી છે અને તેની પાછળનું કારણ છે ઓછા પ્રીમિયમ પર મોટું કવર મલે છે. એવામાં જો તમે પણ તમારા માટે ટર્મ પ્લાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એ પહેલા તેના વિશે થોડી વાતો જાણવી ખૂબ જરૂરી છે. જણાવી દઈએ કે જો તમે ધૂમ્રપાન કરનારા છો તો ટર્મ વીમો લેતા પહેલા ચેતી જજો. વાત એમ છે કે એવા સંજોગોમાં વીમા કંપની તમારી પાસેથી 50% વધુ પ્રીમિયમ વસૂલી શકે છે. 

જણાવી દઈએ કે વીમા કંપનીઓ સામાન્ય વ્યક્તિ કરતાં ધુમ્રપાન કરનાર પાસેથી 40% થી 50% વધુ પ્રીમિયમ વસૂલે છે અને તેની પાછળનું કારણ એ છે કે ધૂમ્રપાન કરનાર વ્યક્તિ પર જોખમ વધી જાય છે. સિગારેટ પીવાથી ફેફસાના કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક, ટીબી જેવા ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓ વધુ પ્રીમિયમ વસૂલે છે.

હવે વાત એમ છે કે જો કોઈ વ્યક્તિ 30 વર્ષનો છે અને તેની વાર્ષિક આવક 10 થી 15 લાખ રૂપિયા છે. એવી સ્થિતિમાં જો તે સીગરેટ નથી પીતો અને તે 1 કરોડનો ટર્મ ઇન્શ્યોરન્સ લેવા માંગે છે, તો તેને આશરે રૂ. 13,000નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે. બીજી તરફ જો તે વ્યક્તિ સિગારેટ પીવે છે તો તેને 54 ટકા વધુ પ્રીમિયમ એટલે કે 18,178 રૂપિયા ચૂકવવા પડશે. એટલે જો ટૂંકમાં સમજીએ તો જે વ્યક્તિ સિગારેટ પીવે છે તેણે દર મહિને લગભગ 600 રૂપિયાનું વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. 

વીમા કંપનીઓના નિયમો અનુસાર, ધૂમ્રપાન કરનાર વ્યક્તિને ગંભીર બીમારીનું જોખમ વધારે હોય છે. આ કારણે વીમા કંપનીઓ જોખમને ધ્યાનમાં લઈને વધુ પ્રીમિયમ વસૂલે છે. એવામાં ઘણી વખત સિગારેટ પીનારાઓ મોંઘા પ્રિમીયમથી બચવા માટે પોલિસી જારી કરતી વખતે વીમા કંપનીને તેમની ધૂમ્રપાનની આદત વિશે નથી જણાવતા અને કંપનીને વીમા દાવો કરતી વખતે માહિતી મળે તો તે તમારો દાવો રદ પણ કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Insurance company term insurance ઈન્સ્યોરન્સ ટર્મ ઈન્સ્યોરન્સ Term Insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ