બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પ્રયાગરાજ મહાકુંભમાં જવાનું વિચારો છો? સસ્તા ભાવમાં આ રીતે કરો ટેન્ટ સિટીમાં બુકિંગ

મહાકુંભ 2025 / પ્રયાગરાજ મહાકુંભમાં જવાનું વિચારો છો? સસ્તા ભાવમાં આ રીતે કરો ટેન્ટ સિટીમાં બુકિંગ

Last Updated: 07:19 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે  પુણ્ય કમાવવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારે મહાકુંભના મેળામાં જવું જોઈએ. તમે સગા-સંબંધીઓ સાથે 20 લોકોનું ગ્રુપ બનાવીને જઈ શકો છો. 20 હજાર વાળું ટેન્ટ સિટી બુક કરાવો અને 2 હજાર રૂપિયામાં આરામથી કુંભમાં રહો. IRCTCએ એક શાનદાર ટેન્ટ સિટી બનાવી છે. આની બુકિંગ કેવી રીતે કરશો તે પણ જાણીએ.

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભના મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો છે.  અહીં દેશ વિદેશથી લોકો શાહી સ્નાન માટે આવે છે. એવામાં તમારામાંથી પણ ઘણા લોકો પ્રયાગરાજ જવાનો પ્લાન બનાવતા હશે. પરંતુ એ સવાલ હોય છે કે, ત્યાં ગયા બાદ રહેવા માટે શું કરવું, કેવી રીતે જવું વગેરે. તો ચાલો અહીં આજે જાણીએ કે ત્યાં જઈને રહેવા માટે શું સુવિધા હોય છે.  

જો તમે  પુણ્ય કમાવવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારે મહાકુંભના મેળામાં જવું જોઈએ. તમે સગા-સંબંધીઓ સાથે 20 લોકોનું ગ્રુપ બનાવીને જઈ શકો છો. 20 હજાર વાળું ટેન્ટ સિટી બુક કરાવો અને 2 હજાર રૂપિયામાં આરામથી કુંભમાં રહો. IRCTCએ એક શાનદાર ટેન્ટ સિટી બનાવી છે. આની બુકિંગ કેવી રીતે કરશો તે પણ જાણીએ.

IRCTCના મહાકુંભ ગ્રામના નામે સંગમ નગરી પ્રયાગરાજમાં એક ટેન્ટ સિટી બનાવી છે. આ ટેન્ટ સિટી 25, અરેલ રોડ, નેની, પ્રયાગરાજમાં છે. આ ટેન્ટ સિટીમાં બે પ્રકારના રૂમ ઉપલબ્ધ છે. પહેલો સુપર ડિલક્સ અને બીજા છે વિલા. સુપર ડિલક્સ રૂમનું ભાડું 2 લોકો માટે ₹16,200 + 18% GST છે, જેમાં નાસ્તો, લંચ અને ડિનર સામેલ છે. જો તમે વિલય બુક કરાવો છો તો તેની માટે તમારે ₹18,000 + 18% GST ચૂકવવા પડશે, આમાં પણ નાસ્તો, લંચ અને ડિનર સામેલ છે.

જો તમે અલગ બેડની જરૂર પડે છે તો સુપર ડિલક્સમાં ₹5,000 અને વિલામાં ₹7,000ની ફી લાગશે. પ્રમુખ સ્નાનના દિવસે બુકિંગ ઓછામાં ઓછા 3 દિવસ માટે કરવાની હોય છે. જેથી તમને તમામ સુવિધા મળે. આ દરમિયાન, રૂમમાં બે મોટા એન 6 વર્ષથી નાના બાળકો રહી શકે છે, અથવા 11 વર્ષથી ઓછી ઉંમરના બે બાળકો પણ રહી શકે છે.  

ટેન્ટ સિટીમાં તેમ 6 વર્ષ સુધીના બાળકોને મફતમાં પોતાના રૂમમાં રાખી શકો છો. જો વધારે બેડની જરૂર હોય તો તેની માટે તમારે અલગથી પેમેન્ટ કરવું પડશે. આનું બુકિંગ પણ ત્રણ દિવસનું હોવું જોઈએ. જો એક ગ્રુપ સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો, તો તમને ગ્રુપ બુકિંગમાં ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

વધુ વાંચો:મહાકુંભ યાત્રા માટે ગ્રાફિક્સ ગાઇડ! જવાનું વિચારતા હોય એક વખત નજર કરી લેજો

ટેન્ટ સિટીમાં રૂમ બુક કરવા માટે તમે IRCTCની આધિકારિક વેબસાઇટ પર જઈ શકો છો અથવા Customer Support Number 1800110139 પર કોલ પણ કરી શકો છો. જો તમે ગ્રુપ બુકિંગ કરવા ઈચ્છો છો તો તમે [email protected] મેલ પણ કરી શકો છો. જણાવી દઈએ કે મહાકુંભ દરમિયાન પ્રમુખ સ્નાન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી રહેશે. આ પ્રમુખ સ્નાનના દિવસે ઘણા લોકો સંગમમાં ડૂબકી લગાવવા માટે આવશે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

booking process Mahakumbh 2025 tent city
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ