બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : જુમ્માના દિવસે નીકળી પડ્યાં હજારો લોકો, શિમલા બાદ હવે આ ઠેકાણે વિવાદ વકર્યો

હિમાચલ પ્રદેશ / VIDEO : જુમ્માના દિવસે નીકળી પડ્યાં હજારો લોકો, શિમલા બાદ હવે આ ઠેકાણે વિવાદ વકર્યો

Last Updated: 03:15 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિમલા બાદ હવે મંડીમાં પણ મસ્જિદ વિવાદ વકર્યો છે. શુક્રવારે હજારો લોકો ગેરકાયદેસર મસ્જિદના વિરોધમાં રસ્તા પર નીકળી પડ્યાં હતા.

હિમાચલ પ્રદેશમાં શિમલાની સંજૌલી મસ્જિદનો વિવાદ હજુ પૂર્ણ રીતે સમાપ્ત થયો નથી હવે મંડીમાં પણ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને લઈને હોબાળો થયો છે.

ગેરકાયદેસર મસ્જિદના વિરોધમાં હોબાળો

શુક્રવારે મોટી સંખ્યામાં હિંદુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મોટી સંખ્યામાં હાજર પોલીસ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. મંડી શહેરના સાત વોર્ડમાં વહીવટીતંત્ર દ્વારા કલમ 163 (અગાઉની કલમ 144) લાગુ કરવામાં આવી હોવા છતાં, પ્રદર્શનકારીઓ સવારે 11 વાગ્યાથી સેરી મંચ પાસે એકઠા થવા લાગ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પોલીસ પ્રશાસને વિવાદિત મસ્જિદ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે અને બેરિકેડ કરી દીધા છે જ્યારે વિરોધીઓ મસ્જિદ સ્થળ તરફ કૂચ કરવા માટે બેરિકેડ પર ચઢી ગયા, ત્યારે પોલીસે તેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો. દેખાવકારોની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

વધુ વાંચો : સોનાના ભાવમાં ભડકો! ગોલ્ડમાં 1,144 તો સિલ્વરમાં 2,607 રૂપિયાનો વધારો, જાણો લેટેસ્ટ રેટ

300 વર્ષ જુની મસ્જિદ પર વિવાદ

મંડી શહેરના જેલ રોડ પાસે આવેલી આ મસ્જિદ લગભગ ત્રણ દાયકા જૂની છે. મસ્જિદની સામે જાહેર બાંધકામ વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે મસ્જિદની સુરક્ષા દિવાલ બનાવવામાં આવી છે. જેને લઈને સ્થાનિક લોકો નારાજ છે. શિમલાના સંજૌલીમાં પ્રદર્શનને જોતા, મુસ્લિમ સમુદાયના લોકોએ ગુરુવારથી મંડીમાં મસ્જિદની ગેરકાયદેસર સુરક્ષા દિવાલ તોડવાનું શરૂ કર્યું. આ અંગેનો મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન મંડી કોર્ટમાં પેન્ડિંગ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો આપતાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાનો આદેશ આપ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Himachal Mandi Mosque controversy Mandi Mosque controversy Mandi Mosque Issue
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ