બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tensions build along India and china LAC in parts of ladakh

અવળચંડાઇ / ભારત-ચીન વચ્ચે ફરી સરહદ પર વધ્યો તણાવ, લદ્દાખમાં સૈનિકોની સંખ્યા વધારાઇ

Divyesh

Last Updated: 07:49 AM, 21 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. આ જ કારણોસર સરહદ પર સેનાના વધારાનું દળ તૈનાત કરવામાં આવ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી બોલાચાલીના બે અઠવાડીયા બાદ આક્રમક વલણ અપનાવતાં લદ્દાખના ગલવા ઘાટી અને પેંગોંગ ત્સો ઝીલની આસપાસના વિસ્તારમાં વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યાં છે.

એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર ભારતના ઉચ્ચ સૈન્ય અધિકારી સતત આ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. જ્યારે અમેરિકા તરફથી જણાવામાં આવ્યું છે કે ચીનના સૈનિકોનો આક્રમક વ્યવહાર ચીન તરફથી ખતરાની ઘંટી સમાન છે. અમેરિકાના વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા બ્યૂરોના નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે આ સંબંધમાં જણાવ્યું કે તેઓને લાગે છે કે સરહદ પર તણાવ એક ચેતાવણી છે કે ચીનની આક્રમકતા હંમેશા કેવળ એક નિવેદનબાજી હોતી નથી. 

આ સંબંધોમાં સૂત્રોને મળતી જાણકારી મુજબ ચીનના સૈનિકોએ પેંગોંગ ઝીલની આસપાસના ક્ષેત્રોમાં છેલ્લા કેટલાંક દિવસોથી પોતાની સંખ્યા ઘણી વધારી દીધી છે, એટલું જ નહીં ઝીલમાં વધારાની બોટ પણ લઇ આવ્યાં છે. 

સૂત્રોના જણાવ્યાં અનુસાર આવી પરિસ્થિતિમાં બંને પક્ષોએ ડેમચોક અને દોલત બેગ ઓલ્ડી જેવા સ્થાનો પર વધારાના સૈનિક તૈનાત કર્યાં છે. 

ઉલ્લેખનીય છે કે ગલવાંની આસપાસના વિસ્તારમાં છેલ્લા છ દાયકાથી બંને પક્ષો વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. એક મળતાં અહેવાલ મુજબ ચીન તરફથી ગલવાં ઘાટી વિસ્તારમાં મોટી સંખ્યામાં ટેંટ લગાવામાં આવ્યાં છે. જેને લઇને ભારતે પણ આ વિસ્તારમાં સાવચેતીના પગલે પોતાનું વધારાનું દળ મોકલ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

China India LAC Ladakh Tension ચીન ભારત લદ્દાખ Ladakh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ