બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / tension on the border pangogn lake Indian army bofors tank

તણાવ / પેંગોંગના ફિંગર-4 પર વધ્યો તણાવઃ ભારતના આ પગલાથી ચીનનું વધશે ટેંશન

Divyesh

Last Updated: 01:49 PM, 11 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસ્કોમાં ભારત અને ચીન વચ્ચે વિદેશમંત્રીઓ વચ્ચે બેઠક થઇ. એક તરફ ચીન ભારત સાથે વાતચીત કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ સેના પેંગોંગ વિસ્તારમાં પોતાની તાકાત વધારી રહી છે. લાઇન ઓફ એક્ચૂયઅલ કંટ્રોલ (LaC) પર ચીનની નાપાક હરકતોને જોતા ભારતીય સેનાએ હવે 155 મિમીની હોવિત્જર તોપ તૈનાત કરવાની શરૂઆત કરી દીધી છે.

બોફર્સ તોપ તૈનાત કરવો ભારતીય સેનાનું એક સૌથી મોટુ પગલું છે. આ નિર્ણય એવા સમયમાં લેવામાં આવ્યો છે, જ્યારે ચીનની ઘૂસણખોરી બંધ નથી કરી રહ્યું. LaC પર આ દિવસોમાં અંદાજે 40 હજાર ભારતીય જવાન તૈનાત છે.

વાયુસેના પણ હાજર છે અને હવે હોવિત્ઝર તોપ પણ સરહદ પર મોકલવામાં આવી રહી છે. ચીને નાની-નાની ભૂલ પણ જો કરી તો તેને મોટુ નુકસાન ચુકવવું પડશે.

ભારતીય જવાનોને હવે ફિંગર 4 સુધી પહોંચી ગયુ છે. વ્યૂહાત્મક રીતે આ ઘણું મહત્વની ઉંચાઇ પર જવાનોનો દબદબો થઇ ગયો છે. તણાવની વચ્ચે LAC પર પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. ભારતના જવાનોએ પૂર્વી લદ્દાખના અલગ-અલગ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. માઉંટેન વારફેયરના ઉસ્તાદ માનવામાં આવતા જવાન ચીનને હવે પાઠ ભણાવવા તૈયાર છે.

પેંગોંગ લેખના ઉત્તરી અને દક્ષિણી વિસ્તારમાં ચીનની આકૂળતા વધી છે. ચીન ભલે પોતાના જવાન, ગાડી અને હથિયાર તૈનાત કરી ચૂક્યું છે, પરંતુ આ વિસ્તારોમાં ઉંચાઇઓ પર ભારતની પકડ મજબૂત હોવાથી તેને પરસેવો છૂટી રહ્યો છે. ભારતીય જવા ઉંચાઇ પર હાજર છે અને ચીની સેનાની નાપાક હરકત પર દરેક સમયે નજર રાખી રહ્યાં છે.

આ વચ્ચે ચીનને રસ્તા પર લાવવા માટે હવે ભારત ઇંટીગ્રેટેડ રેસ્પૉસની રણનીતિ બનાવી રહ્યું છે. મતલબ કે ચીન જે ભાષામાં સમજે, તે જ ભાષામાં તેને સમજાવાનો પ્રયત્ન કરાશે. આ પ્રયત્નો હેઠળ વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારની રાતે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી. મોસ્કોમાં અંદાજે બે કલાક સુધી વાત ચાલી. 

સંકળાયેલા મુદ્દાઓ

China India Pangong lake border ચીન તણાવ પેંગોંગ લેક ભારત india china border conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ