બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / સાનિયા મિર્ઝાએ બીજા લગ્ન કર્યા? આ સિંગર સાથે જોડાયું નામ, સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ
Last Updated: 12:30 PM, 11 October 2024
જ્યારથી સાનિયા મિર્ઝાએ શોએબ મલિક સાથેના સંબંધો ખતમ કરી દીધા છે ત્યારથી દરેક ચાહક સાનિયાના અંગત જીવન વિશે જાણવા ઉત્સુક છે. અવારનવાર સાનિયાનું નામ કોઈને કોઈ સાથે જોડવામાં આવે છે. પહેલા મોહમ્મદ શમી સાથે અને હવે સના જાવેદના પૂર્વ પતિ સાથે. લોકોએ એવી અફવા ઉડાવી કે સાનિયા મિર્ઝાએ બીજા લગ્ન કરી લીધા. જો તમે પણ આવા સમાચાર સાંભળ્યા હોય તો તમને જણાવી દઈએ કે તે ખોટા છે. સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ કોઈપણ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. સાનિયા મિર્ઝાએ લગ્ન નથી કર્યા. સાનિયાનું નામ પાકિસ્તાનના એક પ્રખ્યાત સિંગર સાથે જોડવામાં આવી રહ્યું છે. ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી શોએબ મલિકથી છૂટાછેડા પછી હજુ સુધી સિંગલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાત એમ છે કે પાકિસ્તાની સિંગર ઉમર જસવાલે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેણે તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે. ઉમર શોએબ મલિકની વર્તમાન પત્ની સના જાવેદનો પૂર્વ પતિ છે. દુલ્હનનો કોઈ ફોટો ન હોવાથી ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે શું ઉમર જસવાલે સાનિયા મિર્ઝા સાથે તો લગ્ન નથી કર્યા ને. કેટલાક ચાહકોએ આને જોડતા કહ્યું કે સાનિયા મિર્ઝાએ ઉમર સાથે લગ્ન કરી લીધા છે. કેટલાક લોકોએ આ વાતને સાચી પણ માની લીધી. પરંતુ તે એવું નથી. આ માત્ર સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ છે. સાનિયાએ કોઈ સાથે લગ્ન કર્યા નથી. સના જાવેદના પૂર્વ પતિ ઉમર જસવાલે લગ્ન કરી લીધા છે પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે કોની સાથે.
સાનિયાના લગ્નની ચર્ચાઓએ પકડ્યું જોર
હાલમાં જ સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેના ટી-શર્ટ પર લખેલું છે કે ઓલ આઈ નીડ ઇસ લવ. સાનિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોની સાથે સાનિયાના આ ટી-શર્ટ પર લખેલું કેપ્શન પણ ચાહકોને પસંદ આવી રહ્યું છે. હવે જ્યારે સાનિયા મિર્ઝાએ આ સ્લોગન સાથે ટી-શર્ટ પહેરીને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો ત્યારે દરેકના મનમાં સવાલો આવવા લાગ્યા કે શું સાનિયા મિર્ઝા ખરેખર પાકિસ્તાની છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી છે. સાનિયાના આ વીડિયો પછી તેના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો: 'લાલ બજરી'ના બાદશાહ રાફેલ નડાલે ટેનિસને કહ્યું અલવિદા, આ દિવસે રમશે છેલ્લી મેચ, શેર કર્યો વીડિયો
સાનિયા અને શોએબ મલિકે 2010માં કર્યા હતા લગ્ન
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની મુલાકાત 2003માં થઈ હતી. બંનેએ 2010માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. 2018 માં, દંપતીએ લગ્નના 10 વર્ષ પછી તેમના પુત્રનું સ્વાગત કર્યું, જેનું નામ ઇજહાન મિર્ઝા મલિક રાખ્યું હતું. જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડા પહેલાથી જ તેમની વચ્ચેના સંબંધો સારા નહોતા. શોએબ મલિકે સના જાવેદ સાથે લગ્ન કર્યા. સાનિયા સાથે લગ્ન કરતા પહેલા શોએબે આયેશા નામની ટીચર સાથે પણ લગ્ન કર્યા હતા. આયેશા શોએબની પહેલી પત્ની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.