બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના 'હોલીવૂડ'ની થશે કાયાપલટ, ગુલબાઈ ટેકરાના રિડેવલપમેન્ટ માટે ટેન્ડર મંજૂર
Last Updated: 11:28 PM, 10 September 2024
અમદાવાદ શહેર વસ્યુ ત્યારથી શહેરના ગુલબાઇ ટેકરાની વિકટ પરીસ્તિથી છે, આસપાસના વિસ્તારનો વિકાસ તો થયો પરંતુ ગુલબાઇ ટેકરાનો આજ દિન સુઘી કોઇ વિકાસ થયો નથી, ત્યારે હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ગુલબાઇ ટેકરાને રી ડેવલોપમેન્ટ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
રીડેવલોપમેન્ટની સત્તાવાર જાહેરાત
શહેરના ગુલબાઇ ટેકરો કેજે ગણપતી અને અન્ય દેવી દેવતાની મુર્તી બનાવવા માટેનુ પ્રખ્યાત જગ્યા છે, ગણપતીના તહેવારોમાં શહેરના ખુણે ખુણેથી શહેરીજનો ગણપતીની માટીની મુર્તી હોય કે પછી પીઓપીની મુર્તી ખરીદવા માટે આજ સ્થળે આવે છે, 1800 સદીમાં રાજસ્થાનથી અમદાવાદના ગુલબાઇ ટેકારને પોતાનુ નિવાસ સ્થાન બનવેલ બાવરી સમાજ અહિયા મુર્તી બનાવે છે પરંતુ વિકાસની વાત કરવામાં આવે તો તેઓને પીવાનુ પાણી અને ડ્રેનેજની વ્યવસ્થા જ નથી પરંતુ હવે આ ભવ્ય ભુતકાળ થશે કારણ કે અહિયા હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા રીડેવલોપમેન્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં અનેક પરીવરજનોને ચેક પણ આપી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા અનેક વર્ષોથી ગુલબાઇ ટેકરોને રીડેવલોપમેન્ટ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હવે સ્થાનિકાની મંજુરી અને કોર્પોરેશનની કામગીરીથી રીડેવલોપમેન્ટ જવા થઇ રહ્યુ છે, જેમાં જ્યાં સુઘી રીડેવલોપમેન્ટ પુર્ણ નહી થાય ત્યા સુઘી ભાડાની રકમ પણ ડેવલોપર દ્વારા રહીશોને આપવામાં આવશે સાથે જ 2 વર્ષની અંદર ગુલબાઇ ટેકરાનો નજારો બદલાઇ જશે જેમાં 7 માળના ટાવર અને 10 દુકાનો બનાવવામાં આવશે સાથે જ કોર્પોરેશન દ્વારા તમામ જરૂરીયાત સુવિઘાઓ પણ રહિશોને પુરી પાડવામાં આવશે. આ જગ્યા પર 857નવા મકાનો અને 10 દુકાનો બનાવવામાં આવશે. આ રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટ નિલા ઇન્ફ્રા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ કોણ છે 'આગ્રા' ફિલ્મમાં બોલ્ડ સીન આપનાર રૂહાની શર્મા, જેને OTT પર મચાવી ધમાલ, Photos જોઇ ફીદા થઇ જશો
આમ હવે 2 વર્ષ સુઘી ચાલનારા રીડેવલપેન્ટની કામગીરીને કારણે ગણેશજીની મુર્તી બનાવવા માટે પણ કોઇ તકલિફ નહી થાય કારણે સ્થાનિકો દ્વારા કોર્પોરેશન પાસેથી હંગામી ઘોરણે જગ્યા માંગવામાં આવી છે. ઉપરાંત મુર્તી અન્ય જગ્યાએ તૈયાર કરીને ગુલબાઇ ટેકરા ખાતે મુર્તી વેચાણનુ કામ સતત ચાલુ રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ખાડાઓનું સામ્રાજ્ય / વરસાદે તો વિરામ લઇ લીધો, છતાંય ગુજરાતના 95 રસ્તાઓ હજુ બંધ હાલતમાં, જનતા ત્રાહિમામ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.