બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tencent loses $14 billion in market value after India bans PUBG Mobile

ફટકો / ભારતમાં બૅન થતાંની સાથે જ એક ઝાટકે PUBGને થયું આટલું નુકસાન, આંકડો ચોંકાવનારો

Parth

Last Updated: 05:50 PM, 3 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં બૅન થતાંની સાથે PUBG Mobile ગેમની માલિકી ધરાવતી કંપનીને જોરદાર ઝટકો લાગ્યો છે. ગુરુવારે કંપનીની માર્કેટ વેલ્યુમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો.

  • એક જ દિવસમાં કંપનીની માર્કેટ વેલ્યુમાં અબજો રૂપિયાનો ઘટાડો
  • ટેન્સન્ટ કંપનીની માર્કેટ વેલ્યુમાં એક ઝાટકે એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન
  • ગુરુવારે કંપનીના શેર 2 ટકા સુધી પડી ગયા

ભારત દ્વારા ચીન સામે સતત ડિજીટલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તરોતર રીતે ચીનની એપ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે પહેલા ટિકટોક જેવી લોકપ્રિય એપ બાદ હવે સરકારે પબ્જી ગેમ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે ત્યારે ભારતમાં પ્રતિબંધ થતાંની સાથે જ ગેમની માલિકી ધરાવતી કંપનીને જોરદાર નુકસાન થયું છે. એક જ દિવસમાં કંપનીની માર્કેટ વેલ્યુમાં અબજો રૂપિયાનો ઘટાડો થયો. 

આ ગેમનું નેટવર્ક ભારતમાં કેટલું મોટું હતું તે જાણવું હોય તો ભારતમાં આશરે 175 મિલિયનથી વધારે વખત આ ગેમ ઈન્સ્ટોલ કરવામાં આવી હતી.  PUBG Mobile ગેમનું સૌથી મોટું માર્કેટ ભારત જ હતું જ્યાં આ ગેમના જેટલા યુઝર્સ છે તેના 24% યુઝર્સ માત્ર ભારતમાંથી જ છે. 

કંપનીની માર્કેટ વેલ્યુમાં એક ઝાટકે એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન

એવામાં ભારતમાં PUBG Mobile ગેમ બેન કરવામાં આવતા ટેન્સન્ટ કંપનીની માર્કેટ વેલ્યુમાં એક ઝાટકે $14 billion એટલે કે એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. ગુરુવારે કંપનીના શેર 2 ટકા સુધી પડી ગયા છે.  

પ્લેસ્ટોર પરથી રિમૂવ કર્યા બાદ PUBG મોબાઈલમાં ચાલશે?

ઍપ સ્ટોરમાંથી આ PUBGને દૂર કરી દેવાય છે પરંતુ જો ઍપ તમારા મોબાઈલમાં પહેલેથી જ ડાઉનલોડ છે તો શું તે રમી શકાશે?  તો તેનો જવાબ છે કે જો સરકાર ટેલિકોમ અને ઇન્ટરનેટ સેવા પ્રોવાઈડર્સને માર્ગદર્શિકા જાહેર કરીને એપ્લિકેશનને પ્રતિબંધ કરવાનું કહે છે તો પછી તમે PUBG મોબાઇલમાં રમી શકશો નહીં.

ઉલ્લેખનીય છે કે અગાઉ Tik Tok સહિત કેટલીક ઍપ્સ સાથે પણ આ પ્રકારનો જ પ્રતિબંધ મૂકાયો હતો. ત્યારે માનવામાં આવે છે કે Tik Tokની જેમ PUBG માટે પણ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને પ્રતિબંધ કરવાનો આદેશ આપવામાં આવશે. 

અત્યાર સુધી ભારત સરકારે 200થી વધુ પર લગાવ્યો પ્રતિબંધ

ભારત સરકાર અનુસાર આ એપ ખતરનાક હતી. જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ચીન સાથે ગલવાન ઘાટીમાં ઘર્ષણ બાદ ચીનને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. અત્યાર સુધી ભારત સરકારે 224 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Loss PUBG PUBG Mobile Tencent નુકસાન પબ્જી ગેમ PUBG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ