બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:53 PM, 19 September 2024
પૃથ્વીનો એક અસ્થાયી બીજો મિની મૂન હશે. થોડા સમય માટે 2024 PT5 નામનો એક નાનો લઘુગ્રહ પૃથ્વીની નજીક આવશે. નાસાએ આ લઘુગ્રહની શોધ 7 ઓગસ્ટે કરી હતી. આ અર્જુન લઘુગ્રહ બેલ્ટથી નિકળ્યો છે. જ્યાં તે પૃથ્વીની કક્ષા છોડ્યા બાદ વાપસી કરશે. પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ લઘુગ્રહને પૃથ્વીની કક્ષામાં ખેંચવા લાગશે.
ADVERTISEMENT
પરંતુ આ સૂર્યની ચારે બાજુ પોતાની યાત્રા ચાલુ રાખતા પહેલા તે લાંબા સમય સુધી પૃથ્વીની કક્ષામાં નહીં રહે. આપડા ચંદ્રથી વિપરીત લઘુગ્રહ 2024 PT5 ફક્ત 2 મહિના માટે પૃથ્વીની પરિક્રમા કરશે. આ 29 સપ્ટેમ્બથી 25 નવેમ્બર સુધી પૃથ્વીનો અસ્થાયી બીજો ચંદ્રમા હશે. આવો લઘુગ્રહ 2024 PT5 વિશે વિસ્તારથી જાણીએ.
ADVERTISEMENT
શું પૃથ્વીને મળશે બીજો ચંદ્ર?
શું પૃથ્વીને મિની મૂન મળવાનો છે? જી હાં, પૃથ્વીને 2024 PT5 નામને એક નાનકડો લઘુગ્રહ મળવાનો છે. અંતરિક્ષની પોતાની યાત્રા ચાલુ રાખતા પહેલા આ લઘુગ્રહ 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી ગૃહ ગ્રહની પરિક્રમા કરશે.
જાણો પૃથ્વીના નવા ચંદ્રમા વિશે
નાસાએ આ લઘુગ્રહને 7 ઓગસ્ટે શોધ્યો હતો. સંશોધકોએ જણાવ્યા અનુસાર લઘુગ્રહ લગભગ 10 મીટર પહોળો છે. સૂર્યનું ગુરૂત્વાકર્ષણ તેને દૂર ખેંચે તે પહેલા તે પૃથ્વીની ચારે બાજુ ઘોડાની નાળના આકારનો રસ્તો બનાવશે.
વૈજ્ઞાનિક અનુસાર લઘુગ્રહની ગતિ અને આકાર પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ અસ્થાયી રીતે પકડવા માટે યોગ્ય છે. અંતરિક્ષમાં પોતાની યાત્રા ચાલુ રાખતા પહેલા લઘુગ્રહ બે મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે.
આ એક ખૂબ જ દુર્લભ ઘટના છે. પરંતુ આ આપણને બતાવે છે કે પૃથ્વી કેવી રીતે અંતરિક્ષથી વસ્તુઓના સંપર્કમાં આવે છે. લઘુગ્રહ 2024 PT5 પૃથ્વીથી દૂર જતા પહેલા તેના ચારે બાજુ ફક્ત એક ચક્કર લગાવશે. આ ઘટનાને અસ્થાયી રીતે કેપ્ચર કરવામાં આવેલા ફ્લાઈબાયના રૂપમાં ઓળખવામાં આવે છે. એવું ત્યારે થાય છે જ્યારે એક લઘુગ્રહ પૃથ્વીના ગુરૂત્વાકર્ષણમાં આવે છે. પરંતુ લાંબા સમય સુધી કક્ષામાં નથી રહેતો.
વધુ વાંચો: આ તારીખે દુનિયાનો અંત! વિનાશકારી એસ્ટરોઈડ એપોફિસ પૃથ્વી સાથે ટકરાવાનો ખતરો
નરી આંખોથી જોઈ શકાશે?
લઘુગ્રહ 2024 PT5 ખૂબ જ નાનો અને ઝાંખો છે. માટે તે નરી ખાંખોથી કે દૂરબીનથી પણ નહીં દેખાય. તે ફક્ત 10 મીટર જ પહોળો છે માટે પૃથ્વીના નવા મિની મૂનને જોવો ખૂબ જ મુશ્કેલ છે. તેને ફક્ત શક્તિશાળી દૂરબીનથી જ જોઈ શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.