જૂનાગઢ / સ્વામીના હનીટ્રેપ મામલે મંદિરના મુખ્ય સ્વામી પ્રેમસ્વરૂપે કર્યો ખુલાસો

જૂનાગઢના માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સ્વામી હનીટ્રેપની જાળમાં ફસાયાના મામલે હવે મુખ્ય સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સ્વામી પ્રેમસ્વરૂપે ખુલાસો કર્યો છે. તેઓએ કહ્યું કે જે ઘટના બની અને ગોપાલચરણદાસ સ્વામી હનીટ્રેપનો ભોગ બન્યા તે કાવતરું હોય શકે છે. ગોપાલચરણની કોઈ નિમણૂક સ્વામી મંદિર માંગરોળમાં કરવામાં નથી આવી. અને માંગરોળ કોઠારી તરીકે પ્રેમવતીચરણદાસની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ગોપાલચરણદાસ મામલે મુખ્ય સ્વામિનારાયણ મંદિરના સંતો પણ અજાણ છે. ત્યારે સવાલએ છે કે ગોપાલચરણદાસ સ્વામીની મંદિરમાં નિમણૂક કોણે કરવામાં આવી અને જો નિમણૂક કરવામાં આવી નથી તો ત્યાં કેવી રીતે રહેતા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ