બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / મેશ્વો નદીના કિનારે દીવામાંથી સ્વયંભૂ પ્રગટ થયા મા વહાણવટી, ભક્તોની પૂર્ણ કરે છે તમામ મનોકામના
Last Updated: 06:13 AM, 1 December 2024
સાબરકાંઠામાં તલોદ તાલુકાના દહેગામ ધનસુરા હાઈવે પર બડોદરા ગામ આવેલું છે. બડોદરા ગામની ઓળખ વહાણવટી માતાજીના મંદિરના લીધે વિશેષ છે. વહાણવટી માતાજીનું મંદિર સમગ્ર તલોદ તાલુકા સહિત આસપાસના જિલ્લાઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ભાવિકોને કોઈપણ પ્રકારની સમસ્યા, દુઃખ દર્દ કે અન્ય કોઈ તકલીફ હોય તો વહાણવટી માતાજીના મંદિરે માનતા માને છે અને માતાજી તેના ભક્તજનોને આશીર્વાદ આપી તેમની રક્ષા કરે છે. સાબરકાંઠાના દહેગામ ધનસુરા હાઇવે પર સલાટપુર ગામથી સાત કિલોમીટર દૂર મેશ્વો નદીના કિનારા નજીક વહાણવટી માતાજીનું મંદિર આવેલુ છે વહાણવટી માતાજીનુ મંદિર તલોદના બડોદરા ગામ અને આસપાસના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ભાવિકોમાં વહાણવટી માતાજી માટે વિશેષ આસ્થા અને શ્રદ્ધા છે. લોકોની કોઈપણ પ્રકારની તકલીફ કે દુઃખ દર્દ હોય તો મંદિરે આવી વહાણવટી માતાજીની પૂજા અર્ચના બાદ કોઈ પણ માનતા માને તો તેમની માનતા પૂર્ણ થતી હોય છે.
ADVERTISEMENT
શ્રદ્ધાની અખંડ જ્યોત સમા મા વહાણવટી
ADVERTISEMENT
પૂનમના દિવસે મંદિરે વિશેષ પૂજા અર્ચના થાય છે. સાથોસાથ મંદિરે આવતા દર્શનાર્થીઓને પૂનમના દિવસે ભોજન પ્રસાદ આપવાથી વહાણવટી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભાવિકોને માતાજીની કૃપા અને આસ્થા પર અતૂટ વિશ્વાસ છે. વહાણવટી માં ભક્તોના દુઃખ દૂર કરી સદાય તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવતા રહે છે. માતાજીની શ્રદ્ધા આસ્થાથી ઘણા ભક્તો આર્થિક રીતે મજબૂત થયાના પૂરાવા છે. માતાજી મંદિરે આવતા તમામ ભકતોની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે. લોકો દૂર દૂરથી તેમની માનતાઓ પૂરી કરવા માટે મંદિરે હાજર થતા હોય છે તેમજ તેમની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. સાથોસાથ માનવ જીવન દરમિયાન કોઈપણ પ્રકારની અન્ય સમસ્યા હોય તો ભાવિકો માનતા માની નિશ્ચીંત થઈ ઘરે જાય છે. વહાણવટી માતાજીની કૃપા સ્થાનિક વિસ્તારમાં વિશેષ છે. દીવા ના પગલે માતાજી સ્વયં પ્રગટ થયેલા છે. વહાણવટી માતાજીના આશાર્વાદથી નિસંતાન દંપતિને ત્યાં ખોળાના ખૂંદનાર આવ્યા છે. વહાણવટી માતાજીના મંદિરે રવિવાર, પૂનમ અને અન્ય વારે તહેવારે લોકોની ભારે ભીડ રહે છે.
લગ્ન ન થનારા લોકો માનતા રાખે છે
વહાણવટી માતાજીની અસીમ કૃપા સ્થાનિકો ઉપર પારાવાર રહી છે ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓમાં વહાણવટી માતાજીની કૃપાના પરચા અપરંપાર છે. કેટલાય સમયથી લગ્ન ન થનારા લોકોએ માનતા માન્યા બાદ પોતાના જીવનસાથી સાથે માનતા પૂરી કરવા આવતા હોય છે. ઘણી જગ્યાએથી આશા અપેક્ષાઓ અધૂરી રહે છે ત્યારે તલોદના બડોદરા નજીક બિરાજમાન સાક્ષાત વહાણવટી માતાજીની કૃપાથી કેટલાય શ્રદ્ધાળુઓ નિયમિત રીતે માતાજીના દર્શને આવે છે તેમ જ તેમની નાની મોટી માનતાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. કોઈપણ વ્યક્તિને અનાયાસે દુઃખ દર્દ કે સમસ્યા સર્જાય ત્યારે દેવસ્થાન ઉપર જવાથી તે દૂર થતું હોય છે અને એમાંય વહાણવટી માતાજી સાક્ષાત હોવાના પગલે મોટાભાગના લોકોના દુઃખ દર્દ ખૂબ જ ઝડપથી પૂર્ણ થતા હોય છે. એક લોકવાયકા પ્રમાણે રણાસણથી આગળ એક સમાજે નદીમાં પડાવ નાંખેલો એમની પાસે માતાજીની ટોપલી હતી. રાતવાસા દરમ્યાન જોરદાર વરસાદ પડતા બધા લોકો જીવ બચાવી બહાર નીકળી ગયા. માતાજીની ટોપલી નદીના વહેણમાં વહેતી વહેતી આગળ વધી રહી હતી.
આ પણ વાંચો: પાલનપુરમાં બિરાજે કંથેરીયા હનુમાન, નવાબી શાસનમાં મંદિરની સ્થાપના, બજરંગબલી સ્વયંભૂ પ્રગટ
સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો
ટોપલીમાં બે જ્યોત ચાલુ હતી જેને જોઈ ગામવાસીઓને કૌતુક થયુ અને આખુ ગામ ભેગુ થઈ ટોપલીની સાથે કિનારે કિનારે ચાલવા લાગ્યા. ટોપલીમાંથી એક જ્યોત નાણા ગામે સ્થિર થઈ ગઈ જે માં જોગણી નામથી સ્થાપિત થયા. બીજી જ્યોત સામા પાણીએ બડોદરા ગામ બાજુ આવી અને માતાજીએ પ્રસન્ન થઈ કહ્યુ કે હું વહાણવટી મા છુ. ગામ લોકોએ માતાજીને કહ્યુ માતાજી આપ ગામના રખોપા કરો અને અમે તમારી સેવાપૂજા કરીશુ. ત્યારથી વહાણવટી માતાજી અહીં બિરાજમાન છે. સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પુનમ અને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો બહારગામથી માતાજીના દર્શને આવી પોતાની મનોકામનાઓ પૂરી કરે છે. મંદિરમાં પૂનમના દિવસે સદાવ્રત ચાલે છે. નદી કિનારે આવેલું વહાણવટી માતાજીનુ મંદિર આજે ખૂબ પ્રચલિત થયું છે. તલોદના બડોદરા ગામ માં આવેલું વહાણવટીધામ શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ભાવિક ભક્તજનોનો વહાણવટી માતાજી ઉપર વિશેષ ભાવ હોવાથી તેઓ નિયમિત મંદિરે દર્શન કરવા આવે છે. અને દર્શને આવનારા ભાવિકોની દરેક સમસ્યા માતાજી અવશ્ય પૂરી કરે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.