બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ભારત / VTV વિશેષ / દેશમાં અહીં આવેલું છે એવું મદિર જ્યાં ભગવાન શિવજીએ ખોલ્યું હતું ત્રીજું નેત્ર, જાણો ઈતિહાસ
Nidhi Panchal
Last Updated: 05:22 PM, 6 November 2024
એ જ રીતે ભગવાન શિવને ત્રણ આંખો છે, તેથી તેમને ત્રિનેત્રધારી પણ કહેવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં એક મંદિર આવેલું છે જ્યાં ભગવાન શિવે તેમની ત્રીજી આંખ ખોલી હતી. ચાલો, જાણો શિવજીએ કેમ આ મંદિરમાં કેમ ખોલી હતી ત્રીજી આંખ. જાણો પૌરાણિક ઈતિહાસ.
ADVERTISEMENT
એવું કહેવાય છે કે, હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજીનો વાસ છે. ભગવાન શિવ તેમની દયા અને કરુણા માટે જાણીતા છે. આદિકાળમાં લોકો ભગવાન શિવજીને કઠોર તપસ્યા કરીને પ્રસન્ન કરતા હતા. શિવજી પણ પોતાના ભક્તને પ્રસન્ન થઈ આશિર્વાદ આપતા હતા. એવુ નથી કે શિવનો સ્વભાવ શાંત હતો, પણ શિવનું ઉગ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે, તેથી શિવનું એક નામ રુદ્ર છે.
ADVERTISEMENT
પ્રાચીન હિંદુ ગ્રંથો અનુસાર, મહાદેવે હિમાચલ પ્રદેશમાં મણિકરણ નામના મંદિરે તેમની ત્રીજી આંખ ખોલી હતી. માતા સતીએ તેમના પિતા અને રાજા દક્ષની વિરુદ્ધ જઈને ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા. દ્વેષના કારણે દક્ષે ભગવાન શિવ અને માતા પાર્વતીને યજ્ઞમાં આમંત્રણ આપ્યું ન હતું અને ભગવાન શિવનું અપમાન પણ કર્યું હતું. આ કારણે માતા સતીએ યજ્ઞસ્થળ પર પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. આ કારણે શિવજી ક્રોધે ભરાયા અને પોતાનું ત્રીજું નેત્ર ખોલી નાખ્યું હતું. ભગવાન શિવની ત્રીજી આંખ વિશિષ્ટ દ્રષ્ટિ અને શક્તિ સ્વરૂપ છે. એવું કહેવાય છે કે, ત્રીજી આંખમાં એવી દ્રષ્ટિ છે જેનાથી માત્ર પૃથ્વી પર નહીં, પરંતુ આખા બ્રહ્માંડની છબી જોઈ શકે છે.
શિવજીની ત્રીજી આંખ ખોલી હતી તે પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. હિંદુ ગ્રંથોના ઉલ્લેખ પ્રમાણે પરમ શિવની જ્ઞાની શક્તિઓ પરિપૂર્ણ થતી હતી અને તેમને સદીઓ સુધી પોતાના ઘોર તપમાં રહેવું પડતું હતું , જેના કારણે મહાકાળી, યોગીની રૂપમાં, તેમની ત્રીજી આંખ ગુસ્સામાં ખોલી હતી. એ સમયે, બ્રહ્માંડનો ભયંકર વિનાશ થવા આવી રહ્યો હતો. પરંતુ શિવજીએ પોતાની જ્ઞાની દ્રષ્ટિથી તે વિનાશને રોકી અને તેમની ત્રીજી આંખને પોતાની અંદર સમાવેશ કર્યો હતો.
શિવની ત્રીજી આંખ પ્રકૃતિની બંને ધારો — સર્જન અને વિનાશ સાથે જોડાયેલી છે. શિવજીની ત્રીજી આંખ જ્યારે ખુલે છે, ત્યારે તે સમુદ્રની જેમ દહન શક્તિ ઉત્પન કરે છે. ઘણા પુરાણોમાં આ વાત આવે છે કે જ્યારે ભગવાન શિવ ક્રોધમાં આવતા હતા અને તેમની ત્રીજી આંખ ખૂલી હતી, ત્યારે તે જગતને અને બ્રહ્માંડને નષ્ટ કરવા માટે ભયાનક તાપમાંથી આ ગુસ્સો ફેલાતો હોય છે. શિવ તાંડવ કરતી વખતે પણ શિવજી પોતાની ત્રીજી આંખ ખોલતા હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે આપણા ભારતમાં એવું પણ મંદિર છે જ્યાં શિવજીએ પોતાની ત્રીજી આંખ ખોલી હતી.
એક એવી જગ્યા છે જ્યાં દેવી પાર્વતીની બુટ્ટી પડી હતી અને તે બુટ્ટીને લેવા માટે ભગવાન શિવે પોતાની ત્રીજી આંખ પણ ખોલી હતી. હિમાચલ પ્રદેશમાં આવેલ મણિકરણ શિવ મંદિર જેનો ઇતિહાસ પૌરાણિક કથાઓ અને લોકકથાઓથી ભરપૂર છે, એવું માનવામાં આવે છે કે માતા પાર્વતની બુટ્ટી નાગલોકમાં જતી રહી હતી.
મણિકરણ મંદિર એ પાર્વતી ખીણમાં વ્યાસ અને પાર્વતી નદીઓ વચ્ચે ભારતના હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભૂંતરની ઉત્તરપશ્ચિમમાં આવેલું છે. જે સમુદ્ર સપાટીથી 1760 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ સ્થળ હિંદુઓ અને શીખોનું તીર્થસ્થાન પણ છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર દેવી પાર્વતીની બુટ્ટી પડી હતી, તેથી આ સ્થાનને કર્ણફૂલ કહેવામાં આવે છે.
કથા અનુસાર, એક વખત શિવજીના સખત તપસ્યા પછી માતા પાર્વતી અને ભગવાન શિવ તીર્થયાત્રા પર નીકળ્યા હતા અને નદીના વહેતા પાણીમાં દેવી પાર્વતીની કાનની બુટ્ટી ખોવાઇ ગઇ હતી. ખોવાતા જ માતા એ પ્રભુ શિવને કહ્યું કે, 'હે પ્રભુ મારી બુટ્ટી ખોવાઇ ગઇ છે' અને પછી બુટ્ટીને શોધવાનું કામ ભોલેનાથે શરૂ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે કર્ણફૂલ જમીનની અંદર અને શેષનાગ પાસે ગઇ હતી. બુટ્ટીને લેવા તેઓ ત્યાં ગયા હતા પરંતુ શેષનાગે બુટ્ટી પાછી ન આપી હતી. ત્યારે ભગવાન શિવ ખૂબ જ ગુસ્સે થયા હતા, અને તેમની ત્રીજી આંખ ખોલી હતી.
ભગવાન શિવ તેમની ત્રીજી આંખ ત્યારે જ ખોલે છે જ્યારે તેઓ અત્યંત ગુસ્સે થાય છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં વર્ણન છે કે જો ભગવાન શિવની ત્રીજી આંખ ખુલે તો દુનિયામાં પ્રલય આવી શકે છે, જે વિશ્વને નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે. એટલે તે સમયે બુટ્ટી ન આપતા ભગવાન શિવે ત્રીજી આંખ ખુલી હતી. આ પછી બધા જ દેવી- દેવતાઓ આવી ગયા હતા અને શેષનાગને સમજાવતા બુટ્ટી પરત આપી હતી. બુટ્ટી મળ્યા બાદ જ ભગવાન શિવ શાંત થયા હતા. જો કે તે જ સમય વિશે બીજી માન્યતા છે કે જ્યારે શેષનાગ ક્રોધમાં કર્ણફૂલ આપતા હતા, ત્યારે તેમણે સિસકારા કર્યા હતા. જેના કારણે આ સ્થળે ગરમ પાણીના સ્ત્રોત ઉભા થયા હતા. આજે પણ આ મંદિરમાં ગરમાં પાણીના કુંડ છે.
આ મંદિર પ્રાચીન સ્થાપત્યનો અજાયબી છે. હિમાચલી શૈલીમાં બાંધવામાં આવેલું છે. મણિકરણ શિવ મંદિર જટિલ લાકડાની કારીગરી ધરાવે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે મહાપ્રલયના વિનાશ બાદ મનુએ અહીં મનુષ્યની રચના કરી હતી. અહીં રઘુનાથ મંદિર છે. એવું કહેવાય છે કે કુલ્લુના રાજાએ અયોધ્યાથી ભગવાન રામની મૂર્તિ લાવીને અહીં સ્થાપિત કરી હતી.
આ ઉપરાંત કુલ્લુ ખીણના મોટા ભાગના દેવી-દેવતાઓ સમયાંતરે પોતાની સવારી સાથે આ સ્થાન પર સ્થાપિત શિવ મંદિરમાં આવતા રહે છે. દર વર્ષે લાખોની સંખ્યમાં આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. સાથે આ મંદિરના પાણી માટે પણ એવું કહેવાય છે કે, તેનાથી શરરીના બધા જ રોગ જતા રહે છે. અને તમે નિરોગી થઇ જાવ છો. જેના કારણે દર્શનાથે આવતા લોકો આ પાણીને બોટલમાં ભરીને પણ ઘરે લઇ જતા હોય છે.
મંદિરમાં સવારના વિરામ સમયે ભક્તો માટે તેનો દરવાજા ખોલે છે. સવારની આરતી સવારના 5 વાગ્યે કરવામાં આવે છે. અહીંયા આવતા તમામ યાત્રાળુઓ શાંત વાતાવરણનો અનુભવ કરી શકે છે. જો કે ભક્તો આસપાસના વિસ્તારમાં ગરમ પાણીના ઝરણાં અને મંત્રમુગ્ધ કરતી પાર્વતી નદીના પણ દર્શન કરી શકે છે.
મણિકરણ શિવ મંદિર સુધી પહોંચવા માટે હિમાચલ પ્રદેશના આકર્ષક લેન્ડસ્કેપ્સનો આનંદ પણ માણી શકો છો. તેમજ મંદિર વિવિધ તહેવારો અને વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. દૂર-દૂરથી ભક્તો અહિંયા દર્શન કરવા માટે આવે છે. જો કે તમે મણિકરણ શિવ મંદિર પહોંચવા માટે હવાઇ માર્ગે પણ પહોંચી શકો છો. મણિકરનું સૌથી નજીકનું એરપોર્ટ ભૂંતર એરપોર્ટ છે, જે લગભગ 35 કિલોમીટર દૂર છે. એરપોર્ટથી તમે મણિકરણ પહોંચવા માટે ટેક્સી ભાડે કરી શકો છો અથવા સ્થાનિક પરિવહનનો ઉપયોગ કરી શકો છો.
વધુ વાંચો : કલાપીના ગામમાં આવેલી આ વાવ ભૂતે બંધાવી છે! માત્ર એક જ રાતમાં બની છે સાત કોઠાની વાવ
મણિકરણમાં ઘણા મંદિરો અને ગુરુદ્વારા છે. શીખોના ધાર્મિક સ્થળોમાં આ સ્થાન વિશેષ સ્થાન ધરાવે છે. ગુરુદ્વારા મણિકરણ સાહિબનું નિર્માણ અહીં ગુરુ નાનકદેવની મુલાકાતની યાદમાં કરવામાં આવ્યું હતું. જનમ સખી અને ગિઆની જ્ઞાન સિંહ દ્વારા લખાયેલ તારીખ ગુરુ ખાલસામાં ઉલ્લેખ છે કે ગુરુ નાનક ભાઈ મર્દાના અને પંચ પ્યારા સાથે અહીંયા ફર્યા હતા. આ કારણે જ અહીં પંજાબના લોકો મોટી સંખ્યામાં આવે છે. અહીં આખા વર્ષમાં બંને વખત લંગર પીરસવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.