બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / દુનિયાનું એક જ એવું મંદિર જેને બનાવવામાં પાણી નહીં ઘી થઈ હતી રેલમછેલ, ગુજરાતથી નજીક છે એ જગ્યા
Last Updated: 02:14 PM, 16 September 2024
રાજસ્થાનમાં સ્થિત ભાંડાસર મંદિરનું નિર્માણ 15મી શદીની આસપાસ બંદા શાહ ઓસવાલ નામના એક ધની વેપારી દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિર જૈન ધર્મના પાંચમા તીર્થકર સુમતિનાથને સમર્પિત છે.
ADVERTISEMENT
ત્રણ માળનું છે મંદિર
ADVERTISEMENT
આ મંદિર પોતાની નિર્માણ અને વાસ્તુકલા માટે પણ પ્રસિદ્ધ છે. ઘણા જૈન મંદિરની જેમ, તેમાં નક્કાશી રંગીન ચિત્ર છે. આ મંદિર ત્રણ માળમાં બન્યું છે. જેમાં દરેક માળ પર જૈન સંસ્કૃતિની એક અલગ જ ઝલક જોવા મળી રહી છે.
ઘીથી કેમ બનાવવામાં આવ્યું મંદિર?
આ મંદિરનું નિર્માણ પાણીની જગ્યા પર ઘીથી કેમ કરવામાં આવ્યું. તેના વિશે સૌથી પ્રચલિત સ્ટોરીમાંથી એક છે એક વખત જ્યારે બંદા શાહે ગામના લોકોને જમીન પર મંદિર બનાવવા માટે કહ્યું તો તેમણે વિરોધ કર્યો.
જ્યારે તેમને કારણ પુછવામાં આવ્યું તો ગામના લોકોએ કહ્યું કે વિસ્તારમાં પહેલાથી જ પાણીની કમી છે તેમના જીવન માટે જ જરૂરી પાણી નથી મળી રહેતુ અને જો મંદિર બનાવવામાં આવ્યું તો પાણી પુરૂ થઈ જશે અને લોકો ભુખ્યા મરી જશે. પરંતુ બંદા શાહે દ્રઢ નિશ્ચય કર્યો અને પાણીની જગ્યા પર ઘીથી મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો.
વધુ વાંચો: VIDEO: ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે જોરદાર વિવાદ, 2011માં પણ થયો હતો ખૂની ખેલ
શું હકીકતે ઘીથી બન્યું છે મંદિર?
આ વાતની જાણકારી માટે ખોદકામ કરીને તપાસ ન કરી શકાય. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માણ ઘીથી કર્યું હોવાના કારણે ખૂબ જ ગરમીના દિવસોમાં મંદિરનો ફ્લોર લપસણો થઈ જાય છે અને સ્તંભો અને ફ્લોર પરથી ઘી ઓગળતું દેખાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.