હવામાન વિભાગની આગાહી મુજબ ફેબ્રુઆરીના મધ્યમાં સિઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, ઉત્તર પૂર્વીય પવનોના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ
રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર પૂર્ણ થતા રાજ્યમાં ઠંડી ઘટી
ઉત્તર પૂર્વીય પવનોના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ
રાજ્યના 15 શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડીગ્રીને પાર
ગુજરાતમાં ઠંડીએ ખમૈયા કરતાં હવે ગરમીનો પારો ઊંચકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર પૂર્ણ થતા રાજ્યમાં ઠંડી ઘટી હોવાની વચ્ચે હવે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. મહત્વનું છે કે, ઉત્તર પૂર્વીય પવનોના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના 15 શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડીગ્રીને પાર પહોંચ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 2 દિવસમાં નલિયામાં પારો 9 ડીગ્રી ઉંચકાયો છે.
File Photo
ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીમાં વધારો થયો છે. આગાહી મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. ઠંડીમાં ઘટાડા સાથે ગરમીમાં વધારો થશે. મહત્વનું છે કે, આ બધાની વચ્ચે ફેબ્રુઆરીના મધ્યમાં સિઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ પણ આવશે. આ તરફ હવે રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો છે.
કયા શહેરમાં કેટલું તાપમાન ?
નલિયાનું તાપમાન 16.3 ડીગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદ શહેરનું તાપમાન 13.3 ડીગ્રી નોંધાયું
ગાંધીનગરનું તાપમાન 11.4 ડીગ્રી નોંધાયું
વડોદરા શહેરનું તાપમાન 14 ડીગ્રી નોંધાયું
રાજકોટ શહેરનું તાપમાન 17.6 ડીગ્રી નોંધાયું
ફેબ્રુઆરીના મધ્યમાં સિઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે
ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીમાં વધારો થયો છે. જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે નલિયામાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગાહી મુજબ ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.
File Photo
બેવડી ઋતુ અનુભવાશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વર્તાશે. રાત્રે ઠંડી અને દિવસે ગરમી અનુભવાશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં સાધારણ વૃદ્ધિ થવાની શક્યતા છે. નિષ્ણાતો અનુસાર, તાપમાનમાં થઇ રહેલા ફેરફારને લીધે રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળશે, જ્યારે દિવસે ગરમીને લીધે બેવડી ઋતુ અનુભવાશે.
File Photo
ગરમીમાં સાધારણ વધારો થશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસ ગુજરાતમાં સરેરાશ લધુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું વધતાં ઠંડીમાં ઘટાડો થશે. આગામી ત્રણ દિવસથી ગરમીમાં સાધારણ વધારો થવાની સંભાવના છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, આ વખતે મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ પહોંચશે. ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનામાં હવામાનમાં ભારે પલટાની શક્યતા જોવાઈ રહી છે.
આ વર્ષે ઉનાળો આકરો રહેશેઃ અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે. 4 માર્ચથી ગરમી વધશે. માર્ચ મહિનામાં 40 ડિગ્રી તાપમાન પહોંચી જશે. 25થી 26 માર્ચ દરમિયાન દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.