બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Television serial shooting cancel due to coronavirus effects

ટેલિવૂડ / કોરોનાના કહેરથી સીરિયલ્સના નવા શૂટિંગ કેન્સલ, તો હવે આગળ શું થશે જાણી લો

Noor

Last Updated: 07:34 PM, 28 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ મહામારી દુનિયાભરમાં ઝડપથી વધી રહી છે, ત્યારે મનોરંજન ઇન્ડસ્ટ્રી તેનાથી વધારે પ્રભાવિત જોવા મળે છે. માર્ચના અંત સુધી દરેક શૂટિંગ રદ કરવામાં આવ્યા છે. ત્યાર પછીની સ્થિતિ પ્રમાણે આગળનો નિર્ણય લેવામાં આવે તેમ છે.

  • કોરોનાથી મનોરંજન ઉદ્યોગને મોટો ઝટકો
  • બંધ થઈ સીરિયલ્સ અને શોની શૂટિંગ
  • તારક મહેતાના રિપીટ એપિસોડ દેખાડવામાં આવશે

આ સંદર્ભે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દેશમાં કોરોના વાઇરસના કારણે સ્વાસ્થ્ય અધિકારી અને સરકારે હેલ્થ એડવાઇઝરી રજૂ કરી છે. આ બાબતને ગંભીરતાપૂર્વક લેતાં અમારા એસોસિયેશને પણ શૂટિંગ રદ કર્યા છે. આ નિર્ણયને અમે પૂરતો સહકાર આપી રહ્યા છીએ.

તારક મહેતા.. સિરિયલમાં જે ટૉપિક્સ પબ્લિકને સ્પર્શતો હોય તેના પર એપિસોડ બનાવવામાં આવે છે. કોરોના વાયરસ પર પણ એપિસોડ બનાવવામાં આવ્યો છે. જેમાં સ્ટાર્સ આ વાઇરસથી બચવાના ઉપાયો બતાવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, અમારી પાસે પહેલેથી શૂટ કરવામાં આવેલા એપિસોડ તૈયાર છે, પરંતુ ઘણાં એપિસોડ એવા છે જેનું એડિટિંગ બાકી છે. આ એપિસોડના એડિટિંગ પછી જ જાણ થશે કે કેટલા શૉ અમે બતાવી શકીશું. કદાચ સિરિયલનું રિપીટ ટેલિકાસ્ટ પણ કરવું પડે.

આ મહિનાનું શૂટિંગ પૂર્ણ

ઘણા ટીવી નિર્માતાઓએ આ મહિનાના એપિસોડનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જેમાં સોની ટીવી પર પ્રસારિત થતાં ઇન્ડિયા બેસ્ટ ડાન્સર, એક દૂજે કે વાસ્તે-૨, મેરે સાઇ, બેહદ, પટિયાલા બેબ્સ, એન્ડ ટીવીના શૉમાં ભાભીજી ઘર પર હૈ, હપ્પૂ કી ઉલટન પલટન, એક મહાનાયક ડૉ. આંબેડકરનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Serial Shooting Tarak Mehta Television cancel effects Tellywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ