બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:16 PM, 27 February 2020
1. શૈલેષ લોઢા અને સ્વાતિ લોઢા
ADVERTISEMENT
શૈલેષ લોઢા શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા જે તારક મહેતા નામનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં પાત્ર ભજવે છે. શૈલેષ વાસ્તવિક જીવનમાં અભિનેતા, લેખક અને કવિ છે. જ્યારે તેમની પત્ની ડો.સ્વાતિ લોઢા પણ લેખક છે. અને તેમની એક દીકરી પણ છે જેનું નામ સ્વરા લોઢા છે તે પણ તેમની માતાની જેમ લેખક છે.
ADVERTISEMENT
2. આસિફ શૈખ અને ઝીબા શૈખ
ભાભીજી ઘર પર હૈ ના આસિફ શૈખ જે હાલમાં શોમાં વિભૂતિકુમાર મિશ્રાની ભૂમિકામાં જોવા મળે છે. તે તેની હાસ્યવિરચનાથી દર્શકોનું દિલ જીતી લે છે. આસિફ પ્રતિભાશાળી અભિનેતા છે. આસિફની પત્નીનું નામ ઝીબા શેખ છે. જે એક હાઉસવાઈફ છે. તેમને એક પુત્ર અને પુત્રી છે. અભિનેતાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
3. ગુડ્ડી મારુતિ અને અશોક
એક્ટ્રેસ ગુડ્ડી મારુતિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોપ્યુલર શો શોલા ઔર શબનમ, આંખેન, ચમત્કાર અને ખિલાડીમાં જોવા મળી હતી. ગુડ્ડી જેનું સાચું નામ તાહિરા પરબ છે અને તેના લગ્ન અશોક નામના ઉધોગપતિ સાથે થયા છે અને બંને ખુશીથી મુંબઈના બાંદ્રાના પોશ વિસ્તારમાં રહે છે.
4. ચંદન પ્રભાકર અને નંદિની ખન્ના
ધ કપિલ શર્મા શોમાં રાજૂ ચાઈવાલાની ભૂમિકા ભજવનાર ચંદન પ્રભાકરે 2015માં નંદિની ખન્ના સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. માર્ચ 2017માં ચંદન એક બાળકીનો પિતા બન્યો. તમને જાણ ન હોય તો કહી દઉં કે ચંદન પંજાબી ફિલ્મના દિગ્દર્શક અને સ્ક્રીપ્ટ લેખક પણ છે. અને કપિલ શર્મામાં તેમના બાળપણના મિત્ર છે.
5. દિલીપ જોશી અને જયમાલા જોશી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી જે ઘર ઘરમાં લોકપ્રિય છે. દિલીપ ઘણા સમયથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં છે અને ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. દિલીપ જોશીએ જયમાલા જોશી સાથે લગ્ન કર્યા છે. અને તેમને 1 પુત્ર અને પુત્રી પણ છે.
6. સુનીલ ગ્રોવર અને આરતી ગ્રોવર
લોકપ્રિય કોમેડિયન સુનીલ ગ્રોવર ટીવી પ્રેમીઓને કેટલાય યાદગાર પાત્ર આપ્યા છે. પછી તે પાત્ર ગુથી હોય કે ડો. મશૂર ગુલાટી અથવા તો રીંકુ દેવી જો કે કોઈને જાણ નહિ હોય સુનીલ ગ્રોવર પહેલા તેમની પત્ની સામે તેના જોક્સના પ્રયાસ કરે છે. જો જોક્સ તેમની પત્નીને હસાવે તો જ તે જોક્સને આગળ લઈ જવામાં આવે છે. સુનીલની પત્નીનું નામ આરતી છે અને તે એક ઈંટરિયર ડીઝાઈનર છે.
7. કીકુ શારદા અને પ્રિયંકા શારદા
કોમિક એક્ટર કીકુ શારદાએ ઘણાં ટેલિવિઝન શોમાં કામ કર્યું છે. પણ ખાસ કરીને ધ કપિલ શર્મા શો બાદ તે વધારે ચર્ચામાં રહ્યાં છે. અભિનેતાએ પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે. અને આ બંને કપલ નચ બલિયે સિઝન 6માં પણ જોવા મળ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સવિતાના બદલે કવિતા ભાભી / માર્કેટમાં નવા કવિતા ભાભી આવ્યા, રોજ સેક્સી તસ્વીરો લગાવીને પોસ્ટ કરી વધારે છે ગરમી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.