બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Telecom Regulatory Authority of India Decrease tarrif rate by 1st march 2020

રાહત / ડીટીએચના ગ્રાહકો માટે સારાં સમાચાર, નવા વર્ષમાં TRAIએ બદલ્યો આ નિયમ

Noor

Last Updated: 07:26 PM, 1 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષમાં TV જોનાર લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે નવા વર્ષે ટીવીમાં ચેનલો જોવા માટે ઓછો ખર્ચ કરવો પડશે, કારણ કે નવા વર્ષમાં કેબલ ટીવી અને ડીટીએચનું બિલ ઓછું આવશે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI)એ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે. ચાલો જાણીએ.

  • નવા વર્ષમાં TV જોનાર લોકો માટે ખુશીના સમાચાર 
  • ચેનલો જોવા માટે ઓછો ખર્ચ કરવો પડશે
  • TRAIએ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે

નવા નિયમ મુજબ હવે ગ્રાહકો નેટવર્ક કેરિઝ ફી તરીકે માત્ર 130 રૂપિયા જ ચૂકવવા પડશે. આમાં ગ્રાહકોને 200 ફ્રી ચેનલ પણ જોવા મળશે. સાથે જ બ્રોડકાસ્ટર 19 રૂપિયાવાળી ચેનલ બુકેમાં નહી આપી શકે.

ગ્રાહકોને 33 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે 

ટ્રાઈએ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે. જેથી હવે નેટવર્ક કેપેસિટી ફી 130 રૂપિયા હશે. 130 રૂપિયામાં 200 ફ્રી ટૂ-એયર ચેનલ મળશે. 160 રૂપિયામાં 500 ફ્રી ટૂ-એયર ચેનલ્સ મળશે. બીજા ટીવી કનેક્શન માટે ચાર્જ ઓછો હશે. બીજા ટીવી માટે 52 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.બ્રોડકાસ્ટર 19 રૂપિયાવાળી ચેનલ બુકેમાં નહી આપી શકે. 12 રૂપિયાથી ઓછી કિંમતના ચેનલ જ બુકેમાં આપી શકાશે. ગ્રાહકો માટે લગભગ 33 ટકા ડિસ્કાઉન્ટ હશે.

1 માર્ચ 2020થી નવા રેટ લાગુ થશે

બ્રોડકાસ્ટર 15 જાન્યુઆરી સુધી પોતાના ચેનલના રેટમાં ફેરફાર કરશે. 30 જાન્યુઆરી સુધીમાં ફરીથી તમામ ચેનલ્સની રેટ લિસ્ટ પબ્લિશ થશે. 1 માર્ચ 2020થી નવા રેટ લાગુ થશે. ટ્રાઈએ ચેનલ્સ માટે કેરિઝ ફી 4 લાખ રૂપિયા નક્કી કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Broadcasting TRAI Tariff Orders ડીટીએચના ગ્રાહકો Relief
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ