બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 10 રૂ.ના રિચાર્જમાં 365 દિવસની વેલિડિટી! TRAIના નવા નિર્દેશથી 150 મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝર્સને થશે ફાયદો
Last Updated: 11:22 AM, 16 January 2025
TRAI New Rules : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના નવા નવા નિયમ અનુસાર એરટેલ, જિયો, BSNL અને વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓને ટોપ-અપ વાઉચર લોન્ચ કરવા પડશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, જેમાં 150 મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝર્સને ફાયદો થવાનો છે.
ADVERTISEMENT
આ એ યુઝર્સ છે, જે 2G સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. આવા યુઝર્સ જે વોઈસ કોલ અને SMS જેવી પાયાની મોબાઈલ સેવાઓ પર નિર્ભર છે, તેમને હંમેશા મોંઘા રિચાર્જ પ્લાનના કારણે તકલીફોનો સામનો કરવો પડે છે. તેમને રિચાર્જમાં બિનજરૂરી ડેટા મળે છે, જેનો તેઓ ઉપયોગ કરી શકતા નથી. આ સ્થિતિ વચ્ચે હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ 24 ડિસેમ્બરે એક નવી અપડેટેડ દિશા-નિર્દેશ જાહેર કર્યા, જેમાં દૂરસંચાર કંપનીઓને નવા નિયમોનું પાલન કરતા વાજબી પ્લાન લોન્ચ કરવા પડશે.
ADVERTISEMENT
નવા નિયમ અનુસાર એરટેલ, જિયો, BSNL અને વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓને ટોપ-અપ વાઉચર લોન્ચ કરવા પડશે, જે 10 રૂપિયાની શરૂઆતી કિંમતે મળી શકે. આ ઉપરાંત એક મોટી અપડેટમાં TRAIએ સ્પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી 90 દિવસથી વધારીને 365 દિવસ કરી દીધી છે. આ પરિવર્તન ખાતરી કરે છે કે, યુઝર્સ લાંબા ગાળાના રિચાર્જ વિકલ્પો ઉપયોગ કરી શકશે.
વધુ વાંચો : OTP આપનારા સાવધાન, અહીં કરો ફરિયાદ, તો વધી જશે ગયેલા રૂપિયા પરત આવવાના ચાન્સિસ!
નોંધનિય છે કે, TRAIના દિશા-નિર્દેશ પહેલા જ લાગુ કરી ચૂક્યા છે અને ટેલિકોમ કંપનીઓએ તેને લાગુ કરવા માટે થોડા અઠવાડિયાનો સમય આપ્યો છે. જોકે સત્તાવાર લોન્ચની તારીખ જાહેર કરી નથી. આ તરફ હવેજો આપણે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જાન્યુઆરીના અંત સુધી વવ્યાજબી રિચાર્જ પ્લાનની જાહેરાત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.