Team VTV08:50 PM, 03 Jun 21
| Updated: 09:40 PM, 03 Jun 21
તેલંગાણામાં આઈસોલેશનમાં રહેલી એક કોરોના પોઝિટીવ સાસુએ તેની વહુને જબરજસ્તીથી ગળે લગાડીને સંક્રમિત કરવાની ઘટના બની છે.
તેલંગાણાના સોમરીપેટા વિસ્તારના આદિવાસી ગામ નેમાલીગુટ્ટની ઘટના
કોરોના થતા વહુએ સાસુને હોમ આઈસોલેશનમાં રાખ્યાં
વહુનો કોવિડ વ્યવહાર સાસુને આકરો લાગ્યો
સાસુ મેણા મારતી, મારા મર્યા પછી તમને સુખ મળશે
વહુએ સાસુને આઈસોલેશનમાં રાખી, તો સાસુએ વેર વાળ્યું
વહુને ગળે લગાડીને સંક્રમિત કરી
સાસુની સામે પોલીસ ફરિયાદ થઈ
તેલંગાણાના સોમરીપેટા વિસ્તારના આદિવાસી ગામ નેમાલીગુટ્ટમાં સાસુ કોરોના પોઝિટીવ થતા વહુએ તેમને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને એકલા રહેવાની સલાહ આપી હતી. વહુએ તેના ત્રણ બાળકોને પણ સાસુ પાસે રમવા દેવાનું બંધ કરાવી દીધું હતું. વહુ ડીશ પણ થોડે દૂર રાખીને સાસુને જમવાનું કહી લેતી હતી. વહુનો આ કોવિડ વ્યવહાર સાસુને આકરો લાગ્યો અને તેણે એવો નિર્ણય કર્યો કે જેનાથી વહુનું જીવન ખતરામાં મૂકાવાનું હતું.
વહુના આવા વહેવારથી તંગ આવેલી સાસુ ખીજમાં બોલી કે તમે બધા મને મારી નાખવા બેઠા છો. મારા મર્યા પછી તમને સુખ મળશે. આટલું કહીને સાસુ ઉઠી અને પરાણે વહુને ગળે લગાડી દીધી. આ ઘટનાથી હતપ્રત વહુએ રિપોર્ટ કરાવ્યો તો તે કોરોના પોઝિટીવ આવ્યો હતો.
પતિ 7 મહિનાથી ઓડિશામાં નોકરી કરી રહ્યો છે
આ મહિલાનો પતિ છેલ્લા 7 મહિનાથી ઓડિશામાં ખેતમજૂરીનું કામ કરી રહ્યો છે. મહિલા ત્રણ વર્ષથી સાસરીયામાં રહેતી હતી. આ ઘટના બાદ વહુ 3 છોકરા લઈને બહેનને ઘેર ચાલી ગઈ હતી જ્યાં તેને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર ચાલી રહી છે.આ ઘટના બાદ વહુએ સાસુની સામે પોલીસ ફરિયાદ કરી છે.