બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / teenager committed suicide in a Rishikesh apartment in Valsad
Vishnu
Last Updated: 04:54 PM, 20 July 2022
ADVERTISEMENT
ગુજરાતમાં આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધતાં જાય છે. ત્યારે વલસાડમાં આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળાએ ન જવા જેવી નજીવી બાબતે એક કિશોરે મોતની છલાંગ લગાવી જીવન ટુકાવી દીધું છે.
શાળાએ ન જવાની જીદ પકડીને બેઠો હતો કિશોર
ઘટના છે વલસાડના કૈલાશ રોડ પર ઋષિકેશ એપાર્ટમેન્ટ, અહી એક કિશોર સ્કૂલે ન જવાની જીદ પકડીને બેઠો હતો. પણ પરિવારના સભ્યો તેની આ વાત માનવા તૈયાર ન હતા કારણ કે કિશોર છેલ્લા ઘણા સમયથી શાળાએ જવાની ના પાડતો હતો. માટે પરિવારે પણ શાળાએ જવું જ પડશે તેવુ કહ્યું હતું. બાદમાં ગુસ્સે ભરાયેલા કિશોરે હું શાળાએ નથી જ જવાનો કહી અપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કૂદી ગયો હતો અને જમીન પર પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે ટુંકી સારવાર બાદ મૃત ઘોષિત કર્યો હતો.
ADVERTISEMENT
વલસાડ પોલીસે તપાસ હાથ ધરી
અહી એ પણ ટાંકી શકાય કે કોરોના કાળમાં ઘણા સમય માટે બાળકોને શાળાએ ગયા ન હતા, ઓંનલાઇન ઘરે બેઠા ભણતર ચાલતું હતું. પણ આ વર્ષથી શાળાનું ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે. પણ ચિંતાની વાતએ છે કે 2 વર્ષથી બાળકોને ઘરે રહેવાની અને મનફાવે તો ભણવાની બાકી રમવાની ટેવ પડી ગઈ છે કદાચ એટલે વલસાડનો આ કિશોર શાળાએ જવાની ના કહેતો હોય, શાળામાં કોઈ તકલીફ હતી કે કેમ? અનેક પ્રશ્નો છે જેની તપાસ થવી જરૂરી છે. આવી ઘટના ન બને તેણે લઈ વાલીઓએ પણ બાળકોને શાંતિથી બેસાડી ભણતરનું મહત્વ સમજાવવાની જરૂર છે. હાલ તો વલસાડ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ધોરણ 12ની વિદ્યાર્થીનીનો આપઘાત
જો આ ઉપરાંત અન્ય ઘટનાઓ પર નજર કરીએ તો 8 એપ્રિલ 2022ના રોજ સુરેન્દ્રનગરના ચોટીલાના ખેરાણા ગામે ધોરણ 12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરે મોતને વ્હાલુ કરી દીધુ. બોર્ડની પીરક્ષા શરુ થયાના પહેલા જ દિવસે તેણે ઝેરી દવા પી લીધી હતી. પ્રીતિના પિતા રમેશભાઇ મકવાણા ખેતી કામ કરે છે. ભાઇ બહેનોમાં પ્રિતી મોટી દિકરી હતી. 28 માર્ચે જ્યારે બોર્ડની પરીક્ષા શરુ થવાની હતી તે દિવસે સવારે જ પ્રીતિએ ઝેરી દવા પી લીધી હતી.
ધોરણ 10ની વિદ્યાર્થિનો આપઘાત
1 એપ્રિલ 2022ના રોજ રાજકોટ શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. પેપર નબળું જતાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.