Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp
OMG

OMG / બિલ્ડીંગ પરથી નીચે પડી બાળકી, કિશોરે કેચ કરી બચાવ્યો જીવ, જુઓ દિલ ધડક VIDEO

બિલ્ડીંગ પરથી નીચે પડી બાળકી, કિશોરે કેચ કરી બચાવ્યો જીવ, જુઓ દિલ ધડક VIDEO

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમા એક કિશોરે એક 2 વર્ષની બાળકીને નીચે પડતા બચાવી લે છે. આ વીડિયો તુર્કીનો છે. તુર્કીના ફતેહ ડિસ્ટ્રિક્ટ ઓફ ઇસ્તંબુલમાં એક બાળકી એપાર્ટમેન્ટના સેકન્ટ ફ્લોરથી નીચે પડી જાય છે. અને તેને 17 વર્ષનો એક કિશોર કેચ કરી લે છે. બાળકીનો જીવ બચાવનાર ફ્યૂજી જબાતે (Feuzi Zabaat) લોકોનું દિલ જીતી લીધું. હાલ ફ્યૂજીની સોશિયલ મીડિયામાં પ્રશંસા થઇ રહી છે. 

ફ્યૂજીએ જોયું કે એક બાળકી (દોહા મુહમ્મદ) પોતાના ઘરની બારીથી પડવાની છે, ત્યારે એક મિનિટનો પણ સમય બગાડ્યા વિના ફ્યૂજી નીચે ફુટપાથ પર જઇને ઉભો રહ્યો અને બાળકીને કેચ કરી લીધી. ફ્યૂજીની બુદ્ધિમાનીને પગલે બાળકીનો જીવ બચી ગયો.

અલ્જીરિયાઇ પ્રવાસી ફ્યૂજી જબાત એ રસ્તા પર એક કાર્યશાળામાં કામ કરે છે. જ્યાં આ દુર્ઘટના બનવા પામી હતી. ફ્યૂજીનું કહેવું છે કે, એણે બાળકીને બચાવવા માટે એજ કર્યું જે તેણે કરવું જોઇએ. આ દુર્ઘટના દરમિયાન બાળકી (દોહા મોહમ્મદ) ની માતા રસોઇ બનાવવામાં વ્યસ્ત હતી. ત્યારે બાળકી બીજા માળે બારીમાંથી પડી ગઇ.

 

આપને જણાવીએ કે, બાળકીના પરિવારે ફ્યૂજીનો આભાર માનતા 200 તુર્કી લીરાસ ઇનામ આપ્યા. બીજી તરફ સોશિયલ મીડિયામાં ફ્યૂજી હીરો બની ગયો છે. ફ્યૂજીનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ