Huaweiની માલિકીની કંપની Honorએ ગ્રાહકોને આકર્ષવા માટે 'ઑનર દશેરા સેલ'ની જાહેરાત કરી છે. 10-15 ઓક્ટોબર સુધી ચાલનારા આ સેલમાં Honor Play Honor 9N Honor 7S સહિત કંપની ઘણા દમદાર ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપશે. આ સાથે જ કંપનીએ 1800 રૂપિયાની ફ્રૂ કૂપન અને 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપશે. સેલ 'devices @ Rs 1'નું પણ એક સેક્શન હશે જ્યાં ગ્રાહકોને માત્ર 1 રૂપિયામાં Honorના પ્રોડક્ટ્સ ખરીદવાની તક મળશે.
કયા સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ...
Honor 9N: 4000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી Honor 9Nનું 3GB વેરિયન્ટ 9999 રૂપિયા અને 4GB વાળું વેરિયન્ટ 11999 રૂપિયામાં મળશે. આ સિવાય ગ્રાહકને 500 રૂપિયાની કૂપન મળશે.
Honor 7S: આ ફોન પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે જે પછી તેની કિંમત 8999 રૂપિયાની જગ્યાએ 6499 રૂપિયા થશે.
Honor 9 Lite: 4000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 13999 રૂપિયાનું ફોન તમે 9999 રૂપિયામાં ખરીદી શકો છો જેની સાથે 300 રૂપિયાની કૂપન ફ્રીમાં આપવામાં આવશે.
Honor 7A: 3000 રૂપિયાની છૂટ પછી Honor 7A ફોન 7999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સાથે જ 300 રૂપિયાનું કૂપન ફ્રી મળશે.
1 રૂપિયામાં મળશે Honorના પ્રોડક્ટ્સ:
Honorના કેટલાક પ્રોડક્ટ્સ 1 રૂપિયામાં ખરીદી શકો છો. આ પ્રોડક્ટ્સમાં Honor 7A Honor 8 Pro અને Honor Band 3 શામેલ છે. Honor 7Aના માટે 9 ઓક્ટોબર 8Pro માટે ઓક્ટોબર અને Band 3 માટે 15 ઓક્ટોબરે સવારે 11:45 વાગે ફ્લેશ સેલનું આયોજન કરાશે.