બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારું WhatsApp એકાઉન્ટ કેટલી જગ્યાએ ખુલ્લું છે? આ રીતે મિનિટોમાં જ ચેક કરો

તમારા કામનું.. / તમારું WhatsApp એકાઉન્ટ કેટલી જગ્યાએ ખુલ્લું છે? આ રીતે મિનિટોમાં જ ચેક કરો

Last Updated: 11:36 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપના એક ફીચરની મદદથી તમે જાણી શકો છો કે તમારા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે.

આજના સમયમાં મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. આજકાલ WhatsAppનો ઉપયોગ વ્યક્તિગતથી લઈને વ્યાવસાયિક કામ સુધી દરેક બાબતમાં થાય છે. લોકો આના પર વ્યક્તિગત ચેટ પણ કરે છે. લોકો વોટ્સએપ દ્વારા પોતાના દસ્તાવેજો વગેરે પણ શેર કરે છે. તેથી એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે બીજું કોઈ તમારા WhatsApp એકાઉન્ટ પર નજર રાખી રહ્યું છે કે નહીં. વોટ્સએપના એક ફીચરની મદદથી તમે જાણી શકો છો કે તમારા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે અને કેટલી જગ્યાએ ખુલ્લું છે.

whatsapp-thumb

વોટ્સએપ ફિચર્સ

વોટ્સએપમાં યુઝર્સને લિંક્ડ ડિવાઇસ નામની સુવિધા મળે છે, જેની મદદથી યુઝર્સ એક કરતાં વધુ ડિવાઇસ પર તેમના વોટ્સએપ એકાઉન્ટને એક્સેસ કરી શકે છે. જેમ કે વપરાશકર્તાના બીજા ફોન અથવા લેપટોપ પર પણ વાપરી શકે છે. આ માટે યુઝરે પોતાના વોટ્સએપ એકાઉન્ટને બીજા ડિવાઇસ સાથે લિંક કરવું પડશે.

WhatsApp-simple

WhatsApp એકાઉન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે?

ક્યારેક ઉતાવળમાં યુઝર્સ તેમના અન્ય મોબાઈલ કે લેપટોપ પર વોટ્સએપ એકાઉન્ટને લોગ આઉટ કરવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં લિંક્ડ ડિવાઇસ ફીચરની મદદથી યુઝર્સ જાણી શકે છે કે તેમનું એકાઉન્ટ કયા ડિવાઇસ પર લોગ ઇન છે અને તેઓ તેમના એકાઉન્ટમાંથી લોગ આઉટ પણ કરી શકે છે.

વધુ વાંચો : આ ભૂલ ન કરતા નહીંતર કોલ નહીં લાગે અને ઈન્ટરનેટનો પણ વપરાશ નહીં કરી શકો, જાણો નેટવર્ક પ્રોબ્લેમના 5 કારણો

વોટ્સએપને અન્ય ડિવાઈસ પર લોગ આઉટ કેવી રીતે કરવું ?

  • સૌ પ્રથમ તમારા સ્માર્ટફોન પર WhatsApp ખોલો.
  • ત્યારબાદ હોમ સ્ક્રીન પર જમણા ખૂણામાં ત્રણ વર્ટિકલ ડોટ્સ દેખાશે તેના પર ક્લિક કરો.
  • ડોટ્સ પર ક્લિક કર્યા પછી ફોનમાં એપ પોપ-અપ વિન્ડો ખુલશે.
  • હવે તમારે લિંક્ડ ડિવાઇસીસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમને તે બધા ડિવાઈસનું લિસ્ટ જોવા મળશે જેના પર તમારું WhatsApp લોગ ઇન થયેલ છે.
  • જો તમને કોઈ અજાણ્યું ડિવાઈસ જોવા મળે તો તમે તેને અહીંથી લોગ આઉટ પણ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsAppFeatures WhatsApp WhatsApp Linked Device
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ