મોબાઇલની મદદથી કરી શકશો ઘરે બેઠાં કમાણી, WhatsApp આપશે ટ્રેનિંગ

By : juhiparikh 03:31 PM, 05 November 2018 | Updated : 03:34 PM, 05 November 2018
WhatsAppએ નાના વેપારીઓના ફાયદા માટે એક જાહેરાત કરી છે. WhatsAppએ કહ્યુ કે, કંફેડરેશન ઑફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી (CII) સાથે મળીને નાના વેપારીઓ (SMEs)ને ટ્રેનિંગ આપશે, જેથી વેપારીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની કમાણી વધારી શકે.

CIIની સાથે કરી પાર્ટનરશિપ:

WhatsApp અને CII સાથે મળીને નાના વેપારીઓ માટે બિઝનેસ કોમ્યૂનિકેશન વધારવા માટે મદદ કરશે. આ માટે CIIએ એસએમઇ ટેક્નોલોજી ફેસિલિટેશન સેન્ટરનો ઉપયોગ કર્યો છે. આ સેન્ટર નવેમ્બર 2016માં શરૂ થયું હતુ.

કોઇ પણ ખૂણામાં પહોંચવું રહેશે સરળ:

WhatsApp અને CII એવા કન્ટેન્ટ પર કામ કરશે, જેને સરળતાથી વેપારીઓ સુધી પહોંચાડી શકાય. CIIના કાર્યકારીએ કહ્યુ કે, ટેક્નોલોજી સેન્ટર નાના વેપારીઓને તેમનો વેપાર વધારવા માટે મદદ કરશે. વેપારીઓ આ પ્લેટફોર્મની મદદથી પોતાની પ્રોડક્ટ્સ અને સર્વિસને દેશના કોઇ પણ ખૂણા સુધી પહોંચાડવા માટે સક્ષમ થશે. એક નિવેદન અનુસાર, WhatsApp બિઝનેસ એપના ફિચર્સ  વેપારીઓ સુધી પહોંચાડવા માટે  ઑન ગ્રાઉન્ડ ટ્રેનિંગ આપશે.

30 લાખ યૂઝર્સ:

દુનિયાભરમાં લગ્ન 30 લાખ WhatsApp બિઝનેસ એપનો ઉપયોગ કરે છે. જે લોકો ટ્રેનિંગમાં વ્યકિતગત તરીકે શામેલ નથી થઇ શકતા, તેમના માટે વેબિનારનું આયોજન કરવામાં આવશે અને ટ્રેનિંગ મેટરિયલ CII SME વેબસાઇટ પર પણ ઉપલબ્ધ થશે.

ભારતમાં છે ઘણી સંભાવનાઓ:

WhatsAppના પ્બલિક પૉલીસી મેનેજરે જણાવ્યુ કે, ભારતમાં નાના વેપારીઓને પોતાનો બિઝનેસ વધારવા માટે WhatsAppની મદદ લઇ શકાશે. આ એપના માધ્યમથી વધારે કસ્ટમર્સ સુધી સરળતાથી પહોંચી શકાશે.


જાણો શું છે WhatsApp બિઝનેસ એપ:

આ એપની આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી. જેનાથી કંપનીઓ માટે પોતાના કસ્ટમર્સની સાથે સરળતાથી જોડાણ થતું ગયુ. આ એપને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે, જેના ખાસ ફિચર્સમાં તમારું બિઝનેસ પ્રોફાઇલ બનાવવામાં આવશે. જ્યાં તમે કસ્ટમર્સની સાથે જોડાઇ શકે છો અને મેસેજિંગ ટૂલ્સના માધ્યમથી કસ્ટમર્સના સવાલોના જવાબ આપી શકાશે. 

ડેટા પણ કરશે મદદ:

આ એપમાં વંચાયેલા મેસેજની સંખ્યા જેવી કે સિમ્પલ મૈટિક્સને રિવ્યૂ કરાશે, જેમાં કસ્ટમર્સના રિવ્યૂ પણ મળશે. જેનાથી વેપારીઓનું બિઝનેસ એકાઉન્ટ લિસ્ટ કરવામાં આવશે, જેથી કસ્ટમર્સ જાણી શકે કે વેપારી જ વાત કરી રહ્યો છે.Recent Story

Popular Story