બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોન ખોવાઈ જાય તો સૌથી પહેલા કરો બે જરૂરી કામ, નહીંતર તમારી મુશ્કેલી વધશે
Last Updated: 10:47 PM, 13 April 2025
આજના સમયમાં મોબાઇલ ફોન જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કદાચ માણસોને કદાચ જમ્યા વગર ચાલશે પરંતું મોબાઈલ વગર નહીં ચાલે. મોબાઈલ વગર એક ક્ષણ પણ પસાર કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે કોઈને પણ જોઈ શકો છો. તેની સાથે વાત કરી શકો છો. આ ઉપરાંત, તેમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી પણ મેળવી શકો છે.
ADVERTISEMENT
જ્યારે કોઈનો ફોન ક્યાંક ખોવાઈ જાય છે. તો આવી પરિસ્થિતિમાં ભય રહે છે. કારણ કે મોબાઈલમાં ફોટોથી લઈને અનેક પર્સનલ માહિતા હોય છે. તે માહિતી ખોટા વ્યક્તિ સુધી ન પહોંચવી જોઈએ. નહિંતર, તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તેથી ફોનની ખૂબ કાળજી રાખવી પડે છે. પણ જો તમારો ફોન ક્યાંક ખોવાઈ જાય. તો તમારે પહેલા આ કામ કરવું જોઈએ. તમે કોઈપણ પ્રકારના નુકસાનથી બચી જશો.
ADVERTISEMENT
જો તમારો ફોન ભૂલથી ક્યાંક ખોવાય જાય કે ચોરાય જાય તો આવી પરિસ્થિતિમાં તમારે સમજદારીપૂર્વક કામ કરવું પડશે. સૌ પ્રથમ તમારે તમારું સિમ કાર્ડ બ્લોક કરાવવાની જરૂર છે. કારણ કે જો સિમ બ્લોક નહીં થાય તો તમારા નંબરનો દુરુપયોગ થઈ શકે છે. તમારા ફોન નંબર દ્વારા તમારા આધાર નંબરનો દુરુપયોગ થઈ શકે છે. આ ઉપરાંત તમારા બેંક ખાતામાં છેતરપિંડી થઈ શકે છે. તેથી આ કામ તરત કરી લેવું જોઈએ.
આ ઉપરાંત ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય પછી તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે. તમે આ અંગે લેખિતમાં ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાવ્યા પછી તમારે એક સ્વીકૃતિ પણ લેવાની જરૂર છે. આ પછી પોલીસ તમારા ફોનને ટ્રેસ કરવા માટે ટ્રેકિંગ પર મૂકે છે. આનાથી ફોન પાછો મળવાની શક્યતા વધી જાય છે.
વધુ વાંચો : હવે WhatsApp પર આવ્યું નવું બ્લર ઈમેજ સ્કેમ, જાણો તે શું છે અને કેટલું છે ખતરનાક?
આ ઉપરાંત સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર એટલે કે CEIR પોર્ટલ પણ તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે તમારે https://www.ceir.gov.in પર જવું પડશે. અહીં તમારે પોલીસ ફરિયાદની નકલ પણ અપલોડ કરવાની રહેશે. આ પછી તમે તમારા ફોનનો IMEI નંબર બ્લોક કરી શકો છો. જેથી કોઈ તેનો ઉપયોગ કરી શકશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT