બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સ્માર્ટફોનની લાઇફ વધારવા અપનાવો આ ટ્રિક્સ, ભલભલા ન્યૂ મોડલ્સ પાછા પડી જશે

ટેક્નો ટિપ્સ / સ્માર્ટફોનની લાઇફ વધારવા અપનાવો આ ટ્રિક્સ, ભલભલા ન્યૂ મોડલ્સ પાછા પડી જશે

Last Updated: 09:19 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના ફોન બે થી ત્રણ વર્ષ સુધી ચાલે છે. જ્યારે કેટલાક ફોન જો યોગ્ય રીતે વાપરવામાં આવે તો 5-6 વર્ષ સુધી ટકી શકે છે. જયારે કેટલાક એવા ફોન પણ આવી રહ્યા છે, જે 15-18 મહિનાના ઉપયોગ પછી જ બદલી નાખવા પડે છે. જાણો આવું કેમ થાય છે અને ફોનની લાઈફ કેવી રીતે વધારી શકાય...

કોઈપણ સ્માર્ટફોનની લાઈફ તેનો ઉપયોગ કરવાની રીત, સોફ્ટવેર અપડેટ્સ, બેટરી લાઈફ અને ફિઝિકલ ડેમેજ પર આધાર રાખે છે. જો iPhone, પ્રીમિયમ સેમસંગ મોડલ અને Google Pixel ફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનો 4 થી 5 વર્ષ સુધી આરામથી ઉપયોગ કરી શકાય છે. જયારે જો તમે થોડા વધુ સાચવીને વાપરો તો તે 5 વર્ષથી વધુ પણ ટકી શકે છે જ્યારે ઓછા બજેટ ફોનની લાઈફ ઓછી હોય છે, જો કે ઓછી લાઈફ સાથે, થોડા વર્ષો પછી ફોન બદલવો કેટલાક લોકો માટે માથાનો દુખાવો બની જાય છે.

smart-phone-1

લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી ખર્ચ તો બચે જ છે પણ તે પર્યાવરણ માટે પણ સારું છે. એવામાં જો તમે ઇચ્છો છો કે તમારો સ્માર્ટફોન તમને લાંબા સમય સુધી સાથ આપે, તો તમારે કેટલીક ટ્રિક્સ અપનાવવી પડશે.

સોફ્ટવેર અપડેટ કરો - તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સને સમય સમય પર અપડેટ કરતા રહો. નવા અપડેટ્સમાં ઘણીવાર બગ ફિક્સ, સુરક્ષા પેચ અને પરફોર્મન્સ ઠીક કરી શકાય છે, જે તમારા ફોનને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.

સફાઈ અને સંભાળ - ફોનની સ્ક્રીન અને પોર્ટને નિયમિતપણે સાફ કરો. ધૂળ અને ગંદકી ફોનના પોર્ટ અને સ્પીકરને નુકસાન પહોંચાડી શકે છે. તમે સ્ક્રીન પ્રોટેક્ટર અને કેસનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને ફોનને સ્ક્રેચ અને તૂટવાથી બચાવી શકાય.

phone-8

બેટરી સંભાળ - બહેતર બેટરી લાઈફ જાળવી રાખવા માટે, ફોનને હંમેશા 100% ચાર્જ પર ન રાખો. યોગ્ય ચાર્જિંગ રેન્જ 20% થી 80% ની વચ્ચે હોવી જોઈએ. ઓવરચાર્જિંગ ફોનની બેટરી લાઇફ ઘટાડે છે. હાઈ ટેમ્પરેચર પણ બેટરીને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ફોનને તડકા અથવા ગરમ જગ્યાથી દૂર રાખો.

phone

સ્ટોરેજ સ્પેસનું ધ્યાન રાખો - ફોનના સ્ટોરેજને ફ્રી રાખવાથી પરફોર્મન્સમાં સુધારો થાય છે. સમય સમય પર અનિચ્છનીય એપ્લિકેશનો અને ફાઇલો કાઢી નાખો. ક્લાઉડ સ્ટોરેજ અથવા એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ કરીને ડિવાઇસના સ્ટોરેજને મેનેજ કરી શકે છે.

PROMOTIONAL 13

કેશ અને અનિચ્છનીય ડેટા કાઢી નાખો - સમય સમય પર એપ્સની કેશ સાફ કરવી જરૂરી છે જેથી ફોનનું પરફોર્મન્સ સારું રહે. આનાથી ફોનની સ્પીડ પણ વધે છે અને લોડ થવાનો સમય પણ ઘટી જાય છે.

પાવર-સેવિંગ મોડનો ઉપયોગ - જ્યારે ફોનની બેટરી ઓછી હોય, ત્યારે પાવર-સેવિંગ મોડનો ઉપયોગ કરો. આ ફીચર બેટરી લાઈફ વધારવામાં મદદ કરે છે અને ફોન પરનો બિનજરૂરી લોડ ઘટાડે છે.

આ પણ વાંચો: વ્હોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર ચેટિંગ થાય ખરું? આ સિક્રેટ ટ્રિકની રીત સમજવા જેવી

ફોનનો મોડરેટ વપરાશ - લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવા માટે, તેનો સાધારણ ઉપયોગ કરો. ગેમિંગ, ભારે વીડિયો રેકોર્ડિંગ અને મલ્ટીટાસ્કિંગ ફોનના પ્રોસેસર અને બેટરીને ઝડપથી નુકસાન પહોંચાડે છે. જો તમારો ફોન જૂનો છે, તો હેવી એપ્સ અને ગેમ્સથી બચવાનો પ્રયાસ કરો. આ ફોનના પ્રોસેસર પર વધારાનું દબાણ લાવી શકે છે, જે ડિવાઈસની લાઈફ ઘટાડે છે.

white-phone-headphones-mouse-and-cup-of-coffee-2023-11-27-05-19-11-utc

ફોનને વધુ ગરમ થવાથી બચાવો - ફોનને વધુ ગરમ થવાથી સુરક્ષિત રાખવો જોઈએ, પછી ભલે તે ચાર્જિંગ દરમિયાન હોય કે ઉપયોગ દરમિયાન. વધુ પડતી ગરમી ફોનની બેટરી અને અન્ય હાર્ડવેરને અસર કરી શકે છે. જો બેટરીનું પ્રદર્શન બગડ્યું હોય, તો તેને બદલવું વધુ સારું છે. કેટલીકવાર નવી બેટરીથી ફોનની લાઈફ વધારી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technology Improve life of Smartphone Smartphone Tips and Tricks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ