Reliance Jioનો 31 ડિસેમ્બરની પૂરી થયેલા ત્રીજા ત્રિમાસિકનો લાભ 65% વધીને 831 કરોડ રૂપિયા પહોંચી ગયો છે. ગ્રાહકોની સંખ્યા વધવાથી કંપનીના નફામાં વધારો થયો છે ગત વિત વર્ષની આ ત્રિમાસિકમાં કંપની 504 કરોડ રૂપિયાનો લાભ કમાયો હતો. જોકે રિલાયન્સ જિયોની એવરેજ ARPU ઘટી રહી છે પરંતુ ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાથી તેનો પ્રભાવ ઓછો થઇ ગયો છે. આ દરમિયાન કંપનીના ગ્રાહકોની સંખ્યા વઘીને 28 કરોડ થઇ ગઇ છે જે એક વર્ષ પહેલા આજ ત્રિમાસિકમાં 16 કરોડની હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યુ કે ''Jioનો પરિવાર હવે 28 કરોડની થઇ ગયો છે. દુનિયાના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્કની મદદથી અમે સતત આગળ વધી રહ્યા છીએ. ''
કંપનીનું કહેવુ છે કે ડેટાનો ઉપયોગ અવરેત 10.8GB પ્રતિ યૂઝર દર મહિનાનો છે જ્યારે એવરેજ વૉયસ ઉપયોગ 794 મિનિટ પ્રતિ યૂઝર દર મહિનાનો છે. વીડિયોમાં સૌથી વધારે ડેટાનો ઉપયોગ થાય છે જે 460 કરોડ પ્રતિ મહિનાનો રહ્યો. જોકે Jioના પ્રતિ યૂઝરની આવક ઘટી છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીને પ્રતિ યૂઝર 130 રૂપિયાની એવરેજ આવક થઇ છે જે ગત ત્રિમાસિકમાં 131.7 રૂપિયા હતી અને ડિસેમ્બર ત્રિમાસિક 2017માં આ આંકડો 154 રૂપિયાની પહોંચી ગયો હતો.
તમને જણાવી દઇએ કરે તાજેતરમાં જ આવેલા TRAIના આંકડા અનુસાર ડિસેમ્બર 2018માં રિલાયન્સ Jioની 4G ડાઉનલોડ સ્પીડ 18.7 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ રહી જે અન્ય ટેલિકૉમ કંપનીઓની સરખામણીએ વધારે છે. આ જ રીતે 4G ડાઉનલોડ સ્પીડના મામલામાં અન્ય કંપનીઓની સરખામણીએ Jio સતત 12માં મહિને આગળ છે.