બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / OnePlus ભારતમાં લોન્ચ કરી રહયું છે 10 સિરિઝનો સૌથી સસ્તો ફોન, જાણો તેના પાવરફૂલ ફીચર્સ

Tech / OnePlus ભારતમાં લોન્ચ કરી રહયું છે 10 સિરિઝનો સૌથી સસ્તો ફોન, જાણો તેના પાવરફૂલ ફીચર્સ

Last Updated: 11:45 AM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OnePlus ભારતમાં લોન્ચ કરી રહયું છે 10 સિરિઝનો સૌથી સસ્તો ફોન, જાણો તેના પાવરફૂલ ફીચર્સ

OnePlus ભારતમાં OnePlus 13s તરીકે લોન્ચ કરશે. જે વાસ્તવમાં ચીનમાં લોન્ચ થયેલા OnePlus 13Tનું રિબ્રાન્ડેડ વર્ઝન હશે. ભારતમાં લોન્ચ થનારા ડિવાઇસમાં કેટલાક ફેરફારો ચોક્કસપણે જોવા મળશે પરંતુ તે સંપૂર્ણપણે નવું નહીં હોય. આમાં ઘણી સુવિધાઓ OnePlus 13T થી પ્રેરિત હશે.

OnePlus 13s ક્યારે લોન્ચ થશે

એક અહેવાલમાં જણાવ્યું હતું કે OnePlus ભારતમાં 13s લોન્ચ વિશે કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ હેન્ડસેટ આ વર્ષે જૂન સુધીમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.

OnePlus 13sના ફીચર્સ

અહેવાલો અનુસાર OnePlus 13s માં Qualcomm Snapdragon 8 Elite ચિપસેટનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે 16GB સુધીની રેમ અને 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ જોઈ શકાય છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત ઓક્સિજનઓએસ 15 પર કામ કરે છે.

OnePlus 13s લોંગ બેટરી બેકઅપ

વનપ્લસના આ આગામી ફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી શકે છે. આ સાથે યુઝર્સ 80W ફાસ્ટ ચાર્જર પણ મેળવી શકે છે. આ સ્માર્ટફોન એવા લોકો માટે ઉપયોગી સાબિત થશે જેઓ OnePlus 13 સિરીઝના ફોન સસ્તા ભાવે ખરીદવા માંગે છે.

વધુ વાંચો: ફોનમાં તુરંત આ સેટિંગ ચેન્જ કરી દો, નહીંતર પર્સનલ વાતો લિક થતા વાર નહીં લાગે!

OnePlusના અન્ય મોડલ

વનપ્લસ ભારત માટે અન્ય હેન્ડસેટ પણ તૈયાર કરી રહ્યું છે. જે ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. આમાં OnePlus Nord CE 5 નું નામ શામેલ છે અને તે OnePlus Nord CE 3 નું અપગ્રેડેડ મોડેલ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technology OnePlus 13s OnePlus 13s Feature
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ