ચીનની સ્માર્ટફોન કંપની Oneplus પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Oneplus 6T ટૂંક સમયમાં લોન્ચ કરશે. ખાસ વાત તો એ છે કે આ સ્માર્ટફોનના ટીઝરને ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતુ. જેમાં Oneplus કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન આ ફોનનો ઉલ્લેખ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ સ્માર્ટફોન માત્ર ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પર જ મળશે. વેબસાઇટ પર ફોનનું ટિઝર જોવા મળ્યુ છે. જેના પર નોટિફાઇ મીનું ઑપ્શન આવી રહ્યુ છે.
જોકે કંપની તરફથી કોઇ ઑફિશ્યલ જાણકારી મળી નથી. જોકે હવે લીક થયેલી ખબર અનુસાર Oneplus 6T વિશે જાણકારી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર Oneplus 6T માં ક્વૉડકોર સ્નેપડ્રેગન 845 પ્રોસેસર અને એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. સ્માર્ટફોનમાં 6.28 ઇંચ ફૂલ HD+ ઑપ્ટિકલ એમોલેડ સ્ક્રિન હોય છે. નોંધનીય છે કે તાજેતરમાં કંપનીએ એક USB ટાઇપ ઇયરફોન લોન્ચ કર્યા છે.
કંપનીએ તાજેતરમાં CNET સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું કે Oneplus 6T ના ફોન ડિસ્પ્લેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. જેથી સ્ક્રિન લોક થઇ જશે. કંપનીએ આ ફિચરની સ્પષ્ટતા કરવા માટે સ્ક્રિનશૉટ પર શૅર કર્યો છે. જે અનુસાર Oneplus 6T સ્માર્ટફોન 17 ઓક્ટોબરના રોજ 11 કલાકે લોન્ચ કરવામાં આવશે. જોકે કંપનીએ લોન્ચની કોઇ તારીખનો ખુલાસો નથી કર્યો.