બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Tech & Auto / ટેક અને ઓટો / 4G, 5G નહીં, આવી રહ્યું છે 10G નેટવર્ક, હવે સેકન્ડોમાં મૂવી થઇ જશે ડાઉનલોડ
Last Updated: 01:20 PM, 21 April 2025
હજુ વિશ્વના અનેક ભાગમાં 5G નેટવર્ક પણ યોગ્ય રીતે પહોંચ્યું નથી એવામાં ચીને તેનું 10G નેટવર્ક લોન્ચ કર્યું છે. ચીનનું આ 10G નેટવર્ક કોઈ ટેસ્ટિંગ ફેઝમાં નથી પરંતુ તે ઉપયોગ માટે ઉપલબ્ધ છે. તેની શરૂઆત હેબેઈ પ્રાંતના સુનાન કાઉન્ટીમાં હુઆવે અને ચાઇના યુનિકોમ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એક્સપર્ટ તેને ઇન્ટરનેટ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટી છલાંગ તરીકે જોઈ રહ્યા છે. આ ટેક્નોલોજી ગ્લોબલ ઇન્ટરનેટ માટે એક નવું સ્ટાન્ડર્ડ પણ સેટ કરશે. આ સુપરફાસ્ટ ઇન્ટરનેટને કારણે લેટન્સી ઓછામાં ઓછી રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દરેક ક્ષેત્રને આ ઇન્ટરનેટની સ્પીડનો લાભ મળશે. તેનાથી લેટન્સી બિલકુલ ના બરાબર હશે અને ઓનલાઈન તથા ઓફલાઈન વચ્ચેનો તફાવત લગભગ ખતમ થઈ જશે. તેનાથી સેલ્ફ-ડ્રાઇવિંગ કારને વધુ સારી બનાવી શકાશે. ડૉક્ટરો માટે માઇલો દૂર બેસીને પણ નાનામાં નાની સર્જરીઓ કરવાનું શક્ય બનશે. આ સિવાય વેબસાઇટ્સને લોડ થવામાં લાગતો સમય અથવા ઓનલાઈન વીડિયોઝ જોતી વખતે લોડ થવામાં લાગતો સમય હવે પાસ્ટ બની જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.